• Gujarati News
  • International Business Corporation In The Presidency Of The Importance Of The Exclusion Of Liability Nibhavanara

પાલનપુરમાં પાલિકાના પ્રમુખપદે મહત્વની જવાબદારી નિભાવનારા બાકાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કારોબારી,ટાઉન પ્લાનિંગ અને બાંધકામ સમિતિના ચેરમેનપદે રહેલા સદ્દસ્યોની બાદબાકી

પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખપદ માટે અઢી વર્ષની (સામાન્ય) બેઠક માટે મંગળવારે સર્વાનુમતે વરણી થવા પામી હતી. જેમાં મહત્વની કમિટીનું ચેરમેન પદ ભોગવી ચૂકેલા કેટલાક સદ્દસ્યોને કદાચ પ્રમુખ પદ હાંસલ ન પણ થઇ શકે. આ અંગેનો અહેવાલ ગત ગુરુવારે પ્રસિદ્ધ થયો હતો. જે સાચો પડયો છે.

ભાજપ શાસિત પાલિકામાં ગત અઢી વર્ષમાં મહિ‌લા પ્રમુખે જવાબદારી નિભાવી હતી. જે મુદ્દત પૂર્ણ થતાં મંગળવારે યોજાયેલી સામાન્ય બેઠકમાં ઉપપ્રમુખ પદે રહેલા હસમુખભાઇ પઢિયાર પ્રમુખપદે અને અગાઉ પ્રમુખપદે રહેલા અમૃતભાઇ જોષીની ઉપપ્રમુખ પદે સર્વાનુમતે વરણી થઇ હતી. આ અગાઉ ગુરુવારના 'દિવ્ય ભાસ્કર’માં પ્રમુખપદને લઇને અહેવાલ રજૂ કરાયો હતો. જેમાં ગત વર્ષોમાં પાલિકાની મહત્વની ગણાતી કારોબારી, ટાઉન પ્લાનીંગ અને બાંધકામ સમિતિના ચેરમેન પદે રહી ચૂકેલા સદ્દસ્યોના બદલે અન્ય સદ્દસ્યોના નામ ઉપર વિચાર થઇ શકે છે. આ અહેવાલ સાચો પડયો છે. જેમાં પ્રમુખપદના સંભવિત દાવેદારો ગણાતા કારોબારી સમિતિના ચેરમેનપદે રહેલા દેવેન્દ્ર રાવલ, ટાઉન પ્લાનીંગના ચેરમેન રહેલા નરેશ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન પદે રહેલા સાગર માળી અને વિજય મહેતા અને હાલમાં જવાબદારી નિભાવતા પ્રતાપભાઇ જાની છે. ત્યારે પ્રમુખપદ માટે આ નામો સિવાયનો ભાજપ પક્ષે મેન્ડેટ આપ્યો હતો. જેથી આ સદ્દસ્યો પ્રમુખપદની રેસમાંથી નિકળી ગયા હતા.