તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Ingredients For A Driving License Can Now Apply Online

કાચા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે ઓનલાઇન અરજી કરી શકાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આરટીઓ કચેરી ખાતે મંત્રીએ લાયસન્સ માટે ઓનલાઇન વેબસાઇટ લોન્ચ કરી : ઓનલાઇન સિસ્ટમ સોમવારથી કાર્યરત થશે

વાહન ચાલકોને કાચા ડ્રાઇવીંગ લાયસન્સની અરજી માટે હવે આરટીઓ કચેરીમાં જવાની જરૂર નથી. આ અરજી ઓનલાઇન કરી શકાય તે માટે સોફ્ટવેર વિકસાવાયું છે. જેમાં ઓનલાઇન ડ્રાઇવીંગ લાયસન્સ માટેની અરજી કરવાની વેબસાઇટને રાજ્યના મંત્રી પરબતભાઇ પટેલે શુક્રવારે બપોરે ખુલ્લી મૂકી હતી. જો કે, તે સોમવારથી કાર્યરત થઇ જશે.

પાલનપુર આર.ટી.ઓ. કચેરી ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યમંત્રી પરબતભાઇ પટેલના વરદ્દ હસ્તે શુક્રવારે કાચા લાયસન્સની ઓનલાઇન વેબસાઇટનું લોન્ચિંગ કરાયું હતું. આ અંગે મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, અરજદાર પરીક્ષા માટે પોતાની અનુકૂળતા મુજબ તારીખ અને સમય નક્કી કરી અરજી પત્રકમાં જણાવશે તે મુજબ આર.ટી.ઓ. કચેરી દ્વારા પરીક્ષાનો સમય ફાળવવામાં આવશે. ઓનલાઇન અરજીની સીસ્ટમથી લોકોનો સમય અને ખર્ચ બચશે તથા ઝડપથી લાઇસન્સ મળશે.’

- શિખાઉ લાયસન્સ મેળવવા કેવી રીતે ઓનલાઇન અરજી કરવી

http://sarathi.nic.in વેબસાઇટ ઉપર કલીક કરો.
૧. Issue of a Learning Licences to me ઉપર CLICK કરો.
૨. ઉપર દર્શાવેલ તે લીન્ક પર કલીક કરતાં ફોર્મ ખુલશે જે વ્યક્તિગત ભરવાનું છે.
૩. અરજી સેવ કર્યા બાદ તમે ફોર્મ બંધ કરી શકો છો. શિખાઉ લાયસન્સ કસોટી માટે પુર્વ નિધૉરીત સમય તથા દિવસ મેળવવા (એપોઇન્ટમેન્ટ) મુખ્ય પેજ પર APPOINTMENT FOR LLR TEST લિંક પર કલીક કરવું.
૪. સ્લોટ બુકીગના મેનુ પર જઇ ઊઠદ જજ રઉફર કલીક કરવું.
૫. ત્યારબાદ ખુલેલા પેજ પર અરજી નંબર તથા જન્મ તારીખ નોંધ કરી ‘ઓકે’ બટન પર ક્લિક કરો.
૬. ત્યારબાદ તમારી પસંદગી તથા અનુકુળતા પ્રમાણે ટાઇમ સમય અને તારીખ સ્લોટ બુક કરો. ટાઇમ સ્લોટ બુક કરવા માટે તારીખ પર ક્લિક કરો.
૭. જનરેટ થયેલી સ્લીપ તમારી પાસે રાખવી.