• Gujarati News
  • In The Fourth Week Of A Newborn Baby's Corpse Was Found In The Road Rajhalato

થરાદમાં 15 દિવસમાં ચોથા નવજાત શિશુનો મૃતદેહ રસ્તે રઝળ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ પંથકમાં કઠોર éદયની માતા મમતાનું જ્ઞાન ભૂલી
સમાજ માટે કલંકરૂપ અને ચિંતાજનક બાબત : મમતાએ લોકોના હૈયા દુભાવ્યા
ફુલ જેવા કોમળ બાળકના પગ સહિતના અંગ કૂતરા ખેંચીને ખાઇ ગયા

થરાદ શહેરમા રવિવારે વધુ એક નવજાત શીશું ત્યજી દેવાયેલું મૃત હાલતમાં મળી આવતાં શહેર સહિત પંથકમાં ફિટકાર સાથે આક્રોશ ફેલાયેલો જોવા મળે છે. થરાદમાં છેલ્લા આઠ દિવસોમાં નિષ્ઠુર હૃદયની માતાઓ દ્વારા ત્યજી દેવાયેલા ચાર નવજાત ફુલ જેવા કોમળ બાળકો કુતરાના મોઢેથી તેમના અંગ કરડી ખાધેલી હાલતમાં મળી આવતા પ્રજજનોના હૈયા દુભી ઉઠયા છે.

થરાદ શહેરમાં ૨૬જાન્યુઆરીથી દર બીજા દિવસે પ્લાસ્ટીકની કોથળીઓમા વિટાળીને ફેંકી દેવામાં આવતા ફુલ જેવા કોમળ (પ્રમેચ્યોર) અલ્પ વિકસીત બાળકો કુતરાના મોઢુથી પડાવ્યાની ઘટનાઓ ઘટવા પામી છે. ગત ૩૧મીએજે જગ્યાએ થી જે હાલતમા બાળક મળી આવ્યુ હતુ. એજ બેન્કની પાછળથી એજ રીતે કોથળીમાં વિટાળેલુ એકપગ ખવાઇ ગયેલુ બાળક કુતરાના મુખેથી રવિવારે મળી આવ્યુ છે. છેલ્લા આઠ દિવસમા બનેલી ચોથી ઘટનાથી પ્રજાજનોના દિલ દુભી ઉઠયા છે.

લોકોએ આ અંગે પોલીસનું ધ્યાન દોરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ પ્રજામા પોલીસની આટલી કાર્યવાહીથી સંતોષ ન થતા કડક કાર્યવાહી અને ઉગ્ર તપાસ હાથ ધરી બાળકો કોના દ્વારા ? કેમ? કઇ પરિસ્થિતીમા જન્મે છે? કે તેમને તેની માતા કે અન્ય પરીવાર દ્વારા દફનવિધી, કરવાની બદલે ફેંકી દેવામાં આવે છે સહીત અનેક સવાલોના જવાબોનો પર્દાફાશ કરવાની પ્રબળ માંગ ઉઠવા પામી છે.આ અંગે થરાદના પીએસઆઇ કે.પી.ગામેતીએ શહેરના તમામ સરકારી અને ખાનગી દવાખાનામા તપાસ હાથ ધરાઇ છે. જેમા જન્મ અને મરણના માહિતી મેળવતા ફકત એક બાળકનુ જ મોત થયુ છે અને તે પણ ગત શુક્રવારે એટલે કે ત્રીજુ બાળક મળ્યા પછી થયુ હોવાનું પ્રકાશમા આવ્યુ હતું. આથી બ્લોક હેલ્થ ઓફીસરનો સંપર્ક કરી આખા શહેર અનેતાલુકાની દાયણો અને સગભૉ મહીલાઓની તપાસ કામગીરી હાથ ધરવામાં આવશે તેમ ઉમેર્યું હતુ.