• Gujarati News
  • I Work In A County Bhugarbhagatarani Manthara Pace Trahimam

અંબાજીમાં ભૂગર્ભગટરની મંથર ગતિએ ચાલતી કામગીરીથી પ્રજાજનો ત્રાહિ‌મામ્

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યાત્રાધામ અંબાજીમાં રૂ. સાડાસાત કરોડના ખર્ચે ભૂગર્ભગટરની કામગીરી હાથ ધરાઇ છે. પરંતુ તેનીકામગીરી મંથરગતિએ થતી હોવાના આક્ષેપો છે. પ્રજાજનો ત્રાહિ‌મામ્ પોકારી રહ્યા છે.તેમજ રોજેરોજ યાત્રાધામ દર્શને આવતા ભાવિકો પણ પરેશાન થઇ રહ્યા છે.

પ્રજાજનોમાં ઉઠેલ ફરિયાદો મુજબ ગટર યોજનાની કામગીરી આડેધડ જેસીબી મશીન દ્વારા ખોદવામાં આવે છે. જેને લઇ યાત્રાધામમાં માંડ માંડ બનેલા માર્ગો તૂટી ગયા છે. પીવાની પાણીની પાઇપલાઇનો પણ ઠેરઠેર તુટી જવા પામી છે. ગટરલાઇનો તૂટી જતાં રોગચાળાની દહેશત પ્રવર્તિ‌ છે. વર્તમાન સમયે ચાલી રહેલી કામગીરીમાં હલકી કક્ષાની તુટેલી પાઇપલાઇન નાખી દેવામાં આવી છે. જ્યાં તેને જોઇન્ટમાં પણ સિમેન્ટ કામ કરવામાં આવ્યું નથી. ચેમ્બરો પણ હલકી કક્ષાના ચણતરથી ઉભા કરી તેની ઉપર પાણીનો છંટકાવ પણ કરવામાં ન આવતાં ક્યાંક ચેમ્બરો પણ અત્યારથીજ તુટેલી નજરે પડે છે.ત્યારે સરકારના કરોડોનો ખર્ચ જાણે એળે જાય તેવી પરિસ્થિતિ સર્જા‍ઇ છે. તેમજ ચોમાસામાં ભારે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થાય તેવો આસાર પ્રજાજનોમાં પ્રવર્તે છે. આ અંગે અંબાજી ગ્રામ પંચાયતના સદ્દસ્ય મુકેશભાઇ સીકરવારે જણાવ્યું હતું કે આ કામમાં ગ્રામ પંચાયતને કોઇ લેવા દેવા નથી. જિલ્લા પંચાયતની દેખરેખ અને રાજ્ય સરકાર સીધો ઓર્ડર કરે છે. જ્યાં ઉચ્ચકક્ષાએથી મોટુ કૌભાંડ થયું હોવાની આશંકા પ્રજામાં વર્તાઇ રહી.

આ અંગે અંબાજી ગ્રામ પંચાયત સરપંચ રાજુભાઇ પટેલે જણાવ્યું હતું કે પ્રજાજનોમાં ઉઠેલી ફરિયાદો, મુશ્કેલીઓને લઇ ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રકાટર મનસ્વી રીતે કામગીરી કરે છે. જેથી લોકો ત્રાહિ‌મામ્ પોકારી ઉઠયા છે.

આગળ વાંચો....

અમીરગઢમાં ગટરલાઇનથી રસ્તા ઉબડ-ખાબડ