- બંને પક્ષોએ બે વ્યક્તિઓને ઇજા, ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વડગામ તાલુકાના પરખડી ગામે ગુરુવારે મોડી સાંજે યુવતીના મુદ્દે બે જૂથો વચ્ચે અથડામણ થતાં અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનામાં બન્ને પક્ષોએ બે વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસે હુમલો કરનારા શખ્
સોની અટકાયત કરી રાયોટીંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વડગામ પંથક મોડી સાંજે બનેલી ઘટનાની વિગતો આપતા વડગામ પીએસઆઇ અમિત દેસાઇએ જણાવ્યું હતું કે, પરખડી ગામે યુવતીના મુદ્દે પટેલ અને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે સામ સામે આવી ગયા હતા. જેમાં મામલો બીચકતા મારા મારી થવા પામી હતી. આ ઘટનામાં બન્ને પક્ષોએ એક વ્યક્તિ એક વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બન્ને પક્ષના વ્યક્તિઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઇ છે. દરમિયાન ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
- પોલીસ કંટ્રોલરૂમના ઇન્ચાર્જને અપશબ્દો બોલનાર સામે ફરિયાદ
પાલનપુર ખાતે જિલ્લા પોલીસવડાની કચેરીમાં કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ ઇસ્માઇલભાઇ બુધવારે રાત્રે ૧૦-૩૦ કલાકે ફરજ ઉપર હતાં ત્યારે વડગામ તાલુકાના ધોતાના લવજીભાઇ ખાનાભાઇ ચૌહાણે તેમના મોબાઇલ નંબર ૯૪૨૯૯૬૭૮૩૨ દ્વારા કંટ્રોલ રૂમના નંબર ૨પ૨૬૦૦ ઉપર ફોન કરી ઇસ્માઇલભાઇને બીભત્સ શબ્દો ઉચ્ચાર્યા હતા. આ અંગે તેમને પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.