તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્તા સોનાની લાલચે લાખોના અસલી દાગીના ગયા, મહિલા કેમેરામાં કેદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સસ્તુ સોનું લેવા જતાં અસલી દાગીના સહિ‌ત ૧૦.પ૪ લાખની મત્તા ગુમાવી
- ડીસા આદિનાથ સોસાયટીની મહિ‌લાને બે મહિ‌લા ઠગ ભેટી ગઇ
- 'લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે’ કહેવતને સાચી ઠેરવતી ઘટના
- દોઢ કિલો સોનાની નકલી ગીનીઓ (સિક્કા) પધરાવી રોકડ-દાગીના લઇ છૂ
ડીસાની એક મહિ‌લાના ઘરે ઘી-દહીં વેચવા આવતી બે ગામઠી જેવી લાગતી મહિ‌લાઓએ સસ્તુ સોનું આપવાની લાલચ આપી રૂ. ૭.૨૪ લાખ રોકડા અને રૂ. ૩.૩૦ લાખની કિંમતના અસલી દાગીના મળી કુલ રૂ.૧૦.પ૪ લાખની મત્તા લઇ દોઢેક કિલો નકલી સોનાની ગીની (સિક્કા) પધરાવી દીધા હોવાની ઘટના ડીસા ઉત્તર પોલીસ મથકે નોંધાઇ છે. નોંધપાત્ર છેકે, દહીં ચાખવા આપ્યા બાદ મહિ‌લા ચિત્તભ્રમ થતાં ઠગ મહિ‌લા દરદાગીના લઇ ભાગી છૂટી હતી.
ડીસાના રીજમેન્ટ રોડ પર આવેલી આદિનાથ સોસાયટીમાં રહેતા અને જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા મહેન્દ્રભાઇ કેશવલાલ શાહના ઘરે દસેક દિવસ પહેલાં કચ્છી ડ્રેસમાં બે ગામઠી જેવી લાગતી મહિ‌લાઓ ઘી અને દહીં વેચવા આવી હતી. જે વખતે તેમની પત્ની આરતીબેને મહિ‌લાઓ પાસેથી ત્રણેક કિલો ઘી ખરીદયું હતું. ત્યારબાદ મંગળવારે ફરીથી બંને મહિ‌લાઓ તેમના ઘરે આવી હતી. જોકે, આરતીબેને ઘી લેવાની ના પાડતાં તેઓએ દહીં ચાખવા આપ્યું હતું. આ વખતે ઘરમાં હાજર તેમના પતિ- પુત્ર અને પુત્રીને પણ દહીં ચાખવા આપતાં દહીંમાં કોઇ પ્રવાહી ભેળવેલું હોઇ તમામનું માથું ભારે થવા લાગ્યું હતું.
કેવી લાલચ આપીને મહિલાએ આ ગ્રામિણ મહિલાને પોતાના વિશ્વાસમાં લીધી તે વાંચો આગળ....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો