તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં પિતાને બચાવવા જતા પુત્ર પણ ડુબ્યો, ઘર માથે આભ ફાટ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કુદરતી હાજતે ગયેલા પિતાનો પગ લપસ્યો અને તળાવમાં ડૂબ્યાં
- ડૂબતા પિતાને જોઇ પુત્ર તળાવમાં કૂધ્યો પરંતુ ન બચાવી શક્યો
- હરિપુરાના દેવીપૂજક પરિવારના માથે આભ તૂટી પડયું


પાલનપુરના હરિપુરા વિસ્તારમાં રહેતા જગમાલભાઇ દેવીપૂજક (ઉં.વ.પ૬) શુક્રવારના રોજ સાંજે પાંચ વાગ્યાના સુમારે માનસરોવર તળાવ પાસે કુદરતી હાજત માટે ગયા હતા. તે સમયે અચાનક તેમનો પગ લપસી જતાં તળાવના ઊંડા પાણીમાં સરકી ગયા હતા. તે અંગેની જાણ તેમના પુત્ર નરશીભાઇ દેવીપૂજક (ઉં.વ.૩૦) ને થઇ હતી. જેથી તે પિતાને બચાવવા પડયા હતા.

પરંતુ અડધો કલાક વિતી જવા છતાં બન્નેમાંથી એકપણ બહાર ન આવતા આજુબાજુથી લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતા. અને સ્થાનિક તરવૈયાઓની મદદથી માનસરોવરમાં હોડી અને ટયુબ દ્વારા શોધખોળ આદરી હતી. જેમાં પુત્ર નરસિંહને બહાર નિકાળવામાં આવ્યો હતો.

આગળ વાંચો હદ્રયદ્રાવક ઘટના વિશે