‘આ રોડ પર ચાલવું હોય તો પૈસા આપવા પડશે’, પૂત્રની સામે પિતાની હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લૂંટના ઇરાદે બે ટેન્કરચાલકોની હત્યા
- ડબલ મર્ડર : દૂધસાગર ડેરીમાંથી દૂધ ભરીને નીકળેલા ત્રણ ટેન્કરચાલકો ઉપર અમીરગઢ નજીક ઘાતકી હુમલો
- મહેસાણાના ત્રણ ચાલકો બે ટેન્કરમાં દૂધ ભરીને માનેસર જવા નીકળ્યા હતા
- બંને જણાને ગળાના ભાગે તલવારના ઝટકા મારતાં ફસડાઇ પડયા


મહેસાણા દૂધસાગર ડેરીના દૂધ ભરેલા બે ટેન્કર લઇને રાજસ્થાનના માનેસર જઇ રહેલા બે ચાલકો તેમજ અન્ય એક વ્યક્તિ ઉપર શનિવારે મોડી રાત્રે અમીરગઢ નજીક એક શખ્સે લૂંટના ઇરાદે તલવારથી હુમલો કરી બે ચાલકોની હત્યા કરતાં બનાસકાંઠા સહિ‌ત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સનસનાટી મચી ગઇ હતી. આ હુમલામાં ઘવાયેલા એક ટેન્કરચાલકને મહેસાણા ખાતે સારવાર અર્થે ખસેડાયો છે. દરમિયાન પોલીસે બાતમીના આધારે શનિવારે ડાભેલા ગામના ડુંગરા ખૂંદી હત્યારાને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો છે.

મહેસાણાની દૂધસાગર ડેરીમાંથી ઉસ્માનભાઇ અલુભાઇ સિન્ધી (ડફેર) તેમના પિતા અલુભાઇ ગુલમહંમદભાઇ સિન્ધી (રહે. મહેસાણા) સાથે જીજે-૨-ઝેડ-૮૪૮૯ નંબરનું દૂધનું ટેન્કર, જ્યારે ઇબ્રાહિ‌મભાઇ સીલુભાઇ મુસલમાન જીજે.ર.વી.-૩પપ૪ નંબરના ટેન્કરમાં દૂધ ભરી શનિવારે રાજસ્થાનના માનેસર જવા નીકળ્યા હતા. જેઓ શનિવારે રાત્રે ૧ વાગ્યે અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીકથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે કમાન્ડર જીપ (જીજે ૮એફ ૨પ૨૮)માં આવેલા શખ્સે બળબજરીપૂર્વક નાણાંની માંગણી કરી હતી. જે આપવાનો ઇન્કાર કરતાં ઉશ્કેરાયેલા આ શખ્સે જીપમાંથી લાવેલી તલવારના ઝાટકે અલુભાઇની નિર્મમ હત્યા કરી હતી.

આગળ વાંચો પોલીસે કઇ દિશામાં તપાસ હાથ ધરી ?