• Gujarati News
  • Documentary Will Make OF ABL Running Classes In Primary Schools In Viajaynagar Latest News

નવતર પ્રયોગ:પ્રાથમિક શાળાઓમાં ચાલતા પ્રજ્ઞા વર્ગોની ડોકયુમેન્ટરી તૈયાર કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર:રાજયભરની પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ અંતર્ગત ચાલતી પ્રવૃતિઓની ડોકયુમેન્ટરી બની રહી છે. જેમાં દ્રશ્ય-શ્રાવ્ય દ્વારા નવીન પ્રજ્ઞા શાળાના શિક્ષકોને તાલીમબધ્ધ કરવામાં આવશે. જેની વીડિયોગ્રાફીનું કામ હાલ વિજયનગર તાલુકાની વિવિધ શાળાઓમાં હાથ ધરાયું છે. વિજયનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.બી.નિનામા તથા બીઆરસી ર્ડા.કૌશિકભાઇ શાહના જણાવ્યા અનુસાર, પ્રારાથમિક શાળાઓમાંરાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયભરની શાળાઓમાં ચાલતા પ્રજ્ઞા વર્ગોમાં ચાલતી પ્રવૃતિઓની ડોકયુમેન્ટરી બનાવવામાં આવી રહી છે.
Paragraph Filter
- શિક્ષકોને વીડિયો, ડીવીડીથી તાલીમબધ્ધ કરાશે
- રાજયના તમામ તાલુકામાં મોડયુલ તૈયાર થશે
જે અંતર્ગત વિજયનગર તાલુકાની 127 પૈકી 30 શાળાઓ કે જયાં પ્રજ્ઞા વર્ગો આ વર્ષથી શરૂ થનારા છે, સાથે જયાં ધોરણ-1 અને 2 બાદ ધોરણ-3 અને 4માં પ્રજ્ઞા વર્ગો શરૂ થનાર છે તેવી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને દ્રશ્ય-શ્રાવ્યના માધ્યમથી તાલીમ આપવા માટે હાલ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગના વિવિધ મુદા્ઓ, વિષયો, પ્રવૃતિઓનું ફિલ્માંકન સીઆરસી જયદીપભાઇ શાહ, બીઆરપી પ્રજ્ઞા જસ્મીન ત્રિવેદી, દિનેશ પરમાર દ્વારા કરાઇ રહ્યું છે.

પ્રજ્ઞાપ્રવૃત્તિ અંગે માર્ગદર્શન આપશે
આ અંગે સીઆરસી સરસવ જયદીપભાઇ શાહે જણાવ્યું કે, રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રજ્ઞા પ્રવૃતિઓની ડોકયુમેન્ટરી બનાવવા પાછળનો હેતુ શિક્ષકોને તેના જ તાલુકામાં ચાલતી પ્રજ્ઞા શાળાઓમાં વેઠવી પડતી મુશ્કેલીઓ અને તેમાંથી ઉકેલ મેળવવાના પ્રયાસો અંગે તાલીમબધ્ધ કરવાનો રહ્યો છે. જેમાં તાલુકાની શાળામાં થતાં કાર્યક્રમો, પ્રવૃતિઓને પણ ફિલ્માંકન દ્વારા શિક્ષકો સમક્ષ રજૂ કરવાનો અભિગમ રહ્યો છે. જે તેમને તાલીમમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. હાલ તાલુકાની 22 શાળાઓની પ્રવૃતિઓની ડોકયુમેન્ટરી તૈયાર થઇ રહી છે.
આગળની સ્લાઈડ્સ ક્લિક કરીને જુઓ,ડોકયુમેન્ટરીમાં તૈયાર વિષયવસ્તુ આજીવન ઉપયોગી થશે...