તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ-બનાસકાંઠા દિપોત્સવના હરખના હિ‌લોળે ચઢ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાળીચૌદસે સવારથી સાંજ સુધી બજાર ધમધમતુ રહ્યું : સ્વીટ્સ, ફટાકડા, રેડીમેડ,ફુટવેરમાં તેજીનો માહોલ સર્જા‍યો

પાટણ શહેરમાં દિપાવલીની પૂર્વ સંધ્યાએ શનિવારે સવારથી મોડીરાત્રી સુધી સમગ્ર બજાર વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે આમ જનતાથી ધમધમતુ રહ્યું હતું. જેમાં સૌથી વધુ કારોબાર મિઠાઇ, ફરસાણ, નમકીન, ફટાકડા અને ડેકોરેશન, રેડીમેડનો થયો હતો. શનિવારે કાળીચૌદશનું પર્વ હતું. આ દિવસે હનુમાન જ્યંતી ધામધૂમથી ઉજવાઇ હતી. વળી આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો. ત્યારે દિપાવલીના પ્રકાશપર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર માનવજાત દિપોત્સવના હરખના હિ‌લોળે ચઢી હતી. જેના દૃશ્યો પાટણ, સિદ્ધપુર, હારીજ, રાધનપુર સહિ‌ત અન્ય તમામ સેન્ટરોમાં જોવા મળ્યાં હતા.

જિલ્લા મથક પાટણ ખાતે સવારથી જ ગ્રામીણ શહેરી જનતાની અવરજવર જામી હતી. તેમાં પણ બપોરના સુમારે ચક્કાજામ ભીડ જોવા મળી હતી અને ખરીદી માટે પડાપડી થતાં વેપારીઓને વાત કરવાની ફુરસદ રહી નહોતી. શહેરમાં દોશીવટથી બગવાડા, ગૌરવપથ, સ્ટેશન રોડ, એસટી રોડ, તિરૂપતિ માર્કેટ, જલારામ ચોક, હિંગળાચાચર, જૂનાગંજ સહિ‌ત તમામ વિસ્તારોમાં વાહનો અને રાહદારીઓને માંડમાંડ પસાર થવું પડી રહ્યું હતું. હિંગળાચાચર, ઘીમટો, ચતુભૂર્‍જ બાગ તેમજ ઝવેરીબજાર આગળ બેસુમાર ભીડ રહેવા પામી હતી.

- બેન્કો-એટીએમમાં પણ ભીડ રહી

દિવાળીના આગળના દિવસે પૈસા ઉપાડવા અને કોરી કડકડતી નોટો મેળવવા બેન્કોમાં ધસારો રહેવા પામ્યો હતો. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા દ્વારા છેલ્લા ચાર દિવસમાં સાંજના સમયે કાઉન્ટર ખોલીને ગ્રાહકોને દશ રૂપિયાની નવી નોટોના એક-એક બંડલનું વિતરણ કરાયું હતું. શહેરની વિવિધ બેન્કો ઉપરાંત સરકારી કચેરીઓને નવી દશની ફ્રેશ નોટો આપવામાં આવી હતી. જોકે, પ૦ અને ર૦ની નવી નોટો બે વર્ષથી આવતી નથી પરંતુ ૧૦ની અંદાજે રૂ. પ૦ લાખની કોરી નોટો વિતરણ કરવામાં આવી હોવાનું બેન્કના સૂત્રોએ જણાવ્યું હતું.

- દિપાવલી પર્વે ૨૧ કરોડના વેપારનો અંદાજ
- શનિવારે કાળી ચૌદશે જનતા જનાર્દન દિપાવલીની ખરીદીમાં ઓતપ્રોત બની


પાટણમાં હસીખુશીના આનંદ પર્વ દિપાવલીની ઉજવણી પરંપરાગત રીતે થવા પામી છે. જેમાં શુક્રવારે ધનતેરસ બાદ શનિવારે કાળીચૌદશ હતી જ્યારેરવિવારે દિપાવલીનો ઉત્સવ ઉજવાશે ત્યારે પરંપરાગત બજારમાં વ્યાપક ખરીદીનો માહોલ સર્જા‍યો હોવાથી ત્રણ દિવસમાં અંદાજે ર૧ કરોડના કારોબારના અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જિલ્લામાં તેમજ શહેરમાં શુક્રવારે ધન્વંતરી દેવ, મૈયા લક્ષ્મીજી અને કુબેર ભંડારીની ગામે ગામ તેમજ ઘેર ઘેર થવા પામી હતી. શનિવારે કાળી ચૌદશના રોજ દિવાળીની છેલ્લી ઘડીની ખરીદી થવા પામી હતી. રવિવારે દિપાવલીના દિવસે પણ મોટો કારોબાર થશે પણ ગામડાનો વેપાર કાળીચૌદશે મોટાભાગે થતો હોય છે.

શનિવારે રેડીમેડ,મિઠાઇ, ફુટવેર, હોઝીયરી, કિરાણા બજારમાં વરસનો સૌથી વધુ ખરીદીનો દિવસ હતો. આ દિવસે સૌથી વધારે ઘરાકી રહેતી હોય છે. આ એક જ દિવસે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર વેપાર ક્ષેત્રમાં થતું હોય છે. જિલ્લામાં પાટણ ઉપરાંત ચાણસ્મા, હારીજ, સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, વારાહીમાં પણ જનતા જનાર્દન દ્વારા દિપાવલીના તહેવારની ઉજવણી છેલ્લી ઘડીએ રંગ પકડવા લાગી હતી. છેલ્લા દિવસોએ સારી ભીડ રહી હતી.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...