તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટાફ કવાર્ટસ ફાળવ્યા વગર જ કંડમ કર્યા, પરિવારોને જાવું ક્યાં?ની દ્વિધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જિલ્લા પંચાયતે પરિવારોની સુરક્ષાના મુદ્દે હાથ અધ્ધર કર્યા
- પાલનપુરમાં ૩૬ જર્જરિત કવાર્ટસમાં ૧૦ પરિવારો વસવાટ કરે છે
પાલનપુરના સંજયચોક વિસ્તારમાં જિલ્લા પંચાયતના સ્ટાફ કવાર્ટસ જર્જરિત હાલતમાં ઉભા છે. મંગળવારે એક કવાર્ટસનું છજુ ધડાકાભેર તૂટી પડતાં રહીશોમાં ફફડાટ પ્રસરી ગયો છે. બીજી તરફ જિલ્લા પંચાયત દ્વારા આ રહીશોની સુરક્ષાના મુદ્દે હાથ અધ્ધર કરતાં જાયે તો જાયે કર્હાં જેવી સ્થિતિમાં મુકાઇ ગયા છે અને જીવના જોખમે કવાર્ટસમાં વસવાટ કરવો પડી રહ્યો છે.
પાલનપુરના સંજય ચોક વિસ્તારમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓને રહેવા માટે છ દાયકા અગાઉ એ, બી અને સી બ્લોકમાં ૩૬ કવાર્ટસ બનાવ્યા હતા. જે આજે પડવાના વાંકે ઉભા છે. ત્રણ બ્લોકમાં બનાવેલા આ કવાર્ટસ બે માળના છે. જેમાં ભોંયતળીયાના રૂમોની સ્થિતિ સારી છે. પરંતુ ઉપરના માળની અગાશીના છજા, છાજલીઓ ઉપરનું પ્લાસ્ટર ઉખડી ગયું છે. ઠેર-ઠેર તિરાડો દેખાઇ રહી છે. કેટલાક કવાર્ટસમાં તો સિમેન્ટ-ક્રોંકીટ અને લોખંડના સળીયા દેખાતાં હોય તેના સ્લેબ ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં લટકી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે મંગળવારે એક કવાર્ટસનું છજુ ધડાકાભેર તૂટી પડયું હતું.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો