લાખો રૂપિયાના હીરા ચોરાયાની ચર્ચા, ફરિયાદ નહીં નોંધાતા તર્ક-વિતર્ક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ત્રણ દિવસ છતાં પણ પોલીસ ફરિયાદ નહીં નોંધાતા અનેક તર્ક-વિતર્ક

થરાદ હાઇવે પર આવેલા એક કારખાનામાંથી લાખો રૂપિયાના હીરા ચોરાયાની ઘટના બનવા પામી છે. જેની પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ પણ કરવામાં આવી છે. પરંતુ ત્રણ દિવસ થવા છતાં પણ પોલીસ ફરિયાદ નહીં નોંધાતાં અનેક તર્ક-વિતર્કો સાથેની કર્ણોપકર્ણ ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે.

થરાદ હાઇવે પર માર્કેટયાર્ડની સામે વણાભાઇ લખમણભાઇ દેસાઇ રહે. કેશુરી (રાજસ્થાન) તથા હરસેંગભાઇ દાંનાજી ઘાંચી (મોદી) ની ભાગીદારીવાળું હીરા ઘસવાનું કારખાનું આવેલું છે. જેની એક (તિજોરી) ખોલી ગત ગુરુવારની રાત્રે લાખો રૂપિયાના કાચા તથા તૈયાર હીરાની ચોરી થવા પામી હોવાની જાણ વણાભાઇએ થરાદ પોલીસને કરતાં પોલીસ અધિકારીઓ દ્વારા તાડબતોબ રૂબરૂ દોડી જઇ પ્રાથમિક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.આગળ વાંચો ફરિયાદી થીયરી બનાવવામાં ગોથુ ખાઇ ગયા કે શું ?