તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉ.ગુ.માં દુકાનો-શો-રૂમમાં ગ્રાહકોની લાઈનો, 22 કરોડના વેપારનો અંદાજ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ધનતેરસે 'દિવાળી’, કરોડોના દાગીના ખરીદાયા
- શુભ મુહૂર્તમાં સોના-ચાંદીના દાગીના ખરીદવા ભીડ જામી, શહેરના જ્વેલર્સ બજારમાં ૭થી ૧૦ કરોડનો વેપાર થયાનો અંદાજ
- દિવાળી પૂર્વે જિલ્લાના તમામ બજારમાં ઘરાકી જામી
- સોનાના ભાવમાં ઘટાડો થતાં જ્વેલર્સમાં તેજી જણાઇ


શહેરના બજારમાં ધનતેરસને શુક્રવારે દિવાળી જોવા મળી હતી. દિવાળી પૂર્વેની ખરીદીને લઇને લોકો મોટી સંખ્યામાં ઉમટતાં બજારમાં ભારે ભીડ જામી હતી. બીજી તરફ ધનતેરસની ખરીદી શુભ મનાતી હોવાથી જ્વેલર્સ બજાર ચમકી ઉઠયું હતું. શુભ મુહૂર્તમાં સોના-ચાંદીના દાગીના તથા સિક્કાની ધૂમ ખરીદી થઇ હતી. શહેરના જ્વેલર્સ બજારમાં ૭થી૧૦ કરોડ રૂપિયાનો વેપાર થયાનો અંદાજ છે. હિ‌ન્દુ ધર્મના મહત્વના અને સૌથી મોટા તહેવાર દિવાળી આડે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે શુક્રવારે શહેરના બજારો ઉભરાયા હતા.

તોરણવાળી માતાના ચોક, બીકે રોડ, માલ ગોડાઉન, હાઇવે સહિ‌તના વિસ્તારોમાં આવેલ વિવિધ બજારોમાં દિવાળી દેખાઇ હતી. ફટાકડા બજાર, કાપડ બજાર, કરિયાણા બજાર, તેલ બજાર, ઘર વખરી સહિ‌તની વિવિધ ચીજ વસ્તુઓ ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટતાં બજારમાં ભારે ચહેલપહેલ જોવા મળી હતી. ફટાકડા બજારમાં તો વડીલોની સાથે બાળકોની હાજરી પણ નોંધપાત્ર દેખાતી હતી.

વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...