તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરામાં મહિલાનું મોત થતાં તબીબ સામે પોલીસ ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ધાનેરામાં મહિલાનું મોત થતાં તબીબ સામે પોલીસ ફરિયાદ
-નર્સ દ્વારા દર્દીને ઇંજેક્ષકશન આપવાના થોડી જ વારમાં આ મહિલા તડફવા લાગી હતી
ધાનેરાના સબીનાબેન શેખને કિરણરાજ હોસ્પિટલમાં ઓપરેશન કરી ડિલીવરી કરાવી હતી ડિલીવરીના થોડો સમય બાદ ડોક્ટર દ્વારા લખી આપેલ દવા આપવા માટે નર્સ આવી હતી અને નર્સ દ્વારા દર્દીને ઇંજેક્ષકશન આપવાના થોડી જ વારમાં આ મહિલા તડફવા લાગી હતી અને ગણતરીની મિનિટોમાં મોતને ભેટતાં તેનાં પરિવારજનો દોડમદોડ કરી હતી .પરંતુ ડોક્ટર પણ ન આવતાં તેના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
તબીબના ઉદ્ધતાઇ ભર્યા જવાબથી યુવતીના પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી હતી. અને યુવતીને ત્યાંથી પીએમ માટે ધાનેરા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી પરંતુ આ હોસ્પિટલના ડોક્ટર માથાભારે તથા રાજકીય વગ ધરાવતા હોવાથી ધાનેરા પીએમ કરાવવા માટે તેના પરિવારજનોએ ના પાડતાં યુવતીની લાશને પાલનપુર ખાતે પીએમ માટે લઇ જવામાં આવી હતી . સચોટ તપાસ માટે પાલનપુર ખાતે પેનલમાં પીએમ કરાવ્યું હતું અને તેના વિવિધ સેમ્પલો લઇને વધુ તપાસ માટે અમદાવાદ ફોરેન્સીક લેબમાં મોકલવામાં આવ્યા છે.
તમામ રિપોર્ટ આવતાં જ ડોક્ટર સામે પગલાં લેવાશે : પોલીસ
યુવતીના પરિવારજનોએ જે ફરિયાદ નોંધાવી છે તે બાબતે પીએમ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડે કે તેનું મોત ક્યા કારણોસર થયું છે પરંતુ આ હોસ્પિટલમાં જે નર્સ દ્વારા ઇન્જેકશન આપવામાં આવેલ તેની તપાસ કરતાં તે કવોલીફાઇડ સ્ટાફ નથી જેથી રિપોર્ટ આવ્યા બાદ જ આ બાબતની સાચી તપાસ થાય તેમ છે તેવું ધાનેરા પોલીસે જણાવ્યું હતું.