ડીસાને સ્વચ્છ-નિર્મળ શહેર બનાવીશું: પાલિકા પ્રમુખ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો

ડીસા શહેરનો વિકાસ અમે કહીને નહી પરંતુ કરીને બતાવીશું અને સ્વચ્છ શહેર-નિર્મળ શહેરનું સૂત્ર લઇને નીકળ્યા છીએ. જે ચરીતાર્થ કરીને બતાવીશું એમ ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ડૉ. તેજલબેન પટેલે શુક્રવારે હોદ્દો ગ્રહણ કરતાં જણાવ્યું હતું.

ડીસા નગરપાલિકાના પ્રમુખ અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં બીજા અઢી વર્ષ માટે ભાજપે સત્તાના સુકાન સંભાળતાં પ્રમુખ તરીકે ડૉ. તેજલબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે નિલેષભાઇ ઠક્કર વિજયી બન્યા હતા. જેમાં પ્રમુખ-ઉપપ્રમુખે શુક્રવારે ૧૨-૩૯ કલાકે ભાજપના હોદ્દેદારો-કાર્યકરો અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં પદગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે પ્રમુખ ડૉ. તેજલબેન પટેલ અને ઉપપ્રમુખ નિલેષભાઇ ઠક્કરને જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઇ જોષી, શહેર ભાજપ પ્રમુખ ડૉ. દિનેશભાઇ પટેલ શુભેચ્છા પાઠવી હતી. જ્યારે શહેરના વેપારીઓ-તબીબોએ પણ હાજર રહી અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે પાલિકાના સભાગૃહમાં યોજાયેલા કાર્યક્રમમાં બંનેનું અભિવાદન કરાયું હતું.

પાલિકાના ઉપપ્રમુખ નિલેષભાઇ ઠક્કરે પણ શહેરના તમામ વોર્ડના લોકોને ન્યાય મળે તે રીતે દરેક સભ્યની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્રો ઝડપથી ઉકેલવાના પ્રયાસ કરીશું તેમ જણાવ્યું હતું.