• Gujarati News
  • Deesa Assembly Election, 8 Percent Voting In Just 3 Hours

ડીસા વિધાનસભા બેઠક: પ્રથમ 3 કલાકમાં 8 ટકા મતદાન, તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મતદાન કરી રહેલા ઉમેદવાર લેબજી ઠાકોર)
- પેટાચૂંટણી: લીલાધર વાઘેલાના રાજીનામાથી ખાલી પડેલી બેઠક માટેનો જંગ, ભાજપ માટે પક્ષની અને કોંગ્રેસ માટે ઉમેદવારની પ્રતિષ્ઠા દાવ પર
- સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલશે


ડીસા : ડીસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું છે. પ્રથમ ત્રણ કલાકમાં માત્ર 8 ટકા મતદાન થયું હતું પરંતુ ત્રણ એક વાગ્યા સુધીમાં સારું એવું મતદાન થયું છે જેમાં મળતી માહિતી મુજબ 51.29% મતદાન થયું છે. મતદાનને લઇ ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી ૨૫૨ બુથ પરના સ્ટાફને મોકલી અપાયો છે. જ્યારે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત સાથે વિશેષ તકેદારી વ્યવસ્થા ગોઠવાઇ છે. ડીસા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. કુલ ૨.૩૦ લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ચૂંટણી અધિકારીઓ અને તંત્ર દ્વારા વધુને વધુ મતદાન થાય તેવા પ્રયાસો કર્યા છે.
પરંતુ સતત વરસાદના કારણે મતદાન કેટલું થશે તે અંગે ચિંતા સેવાઇ રહી છે. શુક્રવારે ડીસા કોલેજ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી દિલીપ રાણા, નાયબ ચૂંટણી અધિકારી ડો.દિગંત બ્રહ્મભટ્ટ, મદદનીશ ચૂંટણી અધિકારી શિવરાજ ગિલવા દ્વારા બુથ પરના સ્ટાફને માર્ગદર્શન આપી ઇ.વી.એમ. મશીન અને મતદાર યાદી સાથે રવાના કર્યા હતા. જ્યારે જિલ્લા પોલીસવડા ડી.બી. વાઘેલા, ડીસા ડીવાયએસપી એચ.આર. દેસાઇએ પણ પોલીસ બંદોબસ્તની આખરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સ્થાનિક પોલીસ ઉપરાંત પંજાબ પોલીસની ટીમ અને બી.એસ.એફ. ના જવાનોની ટુકડી પણ બંદોબસ્તમાં છે. ચૂંટણીનો સમય બે કલાક વધારાયો હોવાથી સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે.

71 સંવેદનશીલ બુથ પર ચાંપતી નજર
કુલ મતદાર : ૨,૩૦,૯૧૫ (પુરુષ-૧,૨૦,૭૧૩, સ્ત્રી-૧,૧૦,૨૦૨)
બુથ : શહેરી વિસ્તાર - ૭૨, ગ્રામીણ વિસ્તાર - ૧૮૦, કુલ - ૨૫૨, સંવેદનશીલ - ૭૧, નોર્મલ બુથ - ૧૮૧

પોલીસ બંદોબસ્ત
ડીએસપી-૧, ડીવાયએસપી-૧, પીઆઇ-૫, પીએસઆઇ-૧૨, પોલીસ-૬૦૦, હોમગાર્ડઝ-૩૪૦, પંજાબ પોલીસની ટીમ-૧, બીએસએફ બટાલીયન-૨, સ્થાનિક પોલીસની મોબાઇલ-૮, ગૃપ મોબાઇલ
ડિસા
2012નું ચૂંટણી પરિણામ
વિજેતા: ભાજપના લીલાધર વાઘેલા, મત: 66294
લીડ: 17706
હાર: કોંગ્રેસના રાજેન્દ્ર જોષી
મત: 48588
2007નું ચૂંટણી પરિણામ
વિજેતા: ભાજપના લીલાધર વાઘેલા, મત: 72062
લીડ: 18622
હાર: કોંગ્રેસના ગોવાભાઈ રબારી
મત: 53442
આગળ ક્લિક કરો અને જુઓ ડીસા બેઠક પર મતદાનની તસવીરો...
(તમામ તસવીરો: નીતિન પટેલ, ડીસા)