તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વાસઘાત કે હાસ્યાસ્પદ: પુત્રવધુ લેવા ગયા ને પુરુષને સ્ત્રીના કપડા પહેરાવી વળાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- થરાદ પંથકની ઘટના : પુત્રવધુ લેવા જતાં ૪.૬૦ લાખમાં છેતરાયા

ડીસાના કમોડા ગામના એક વ્યક્તિને ત્રણ ઠગોએ મળીને પુત્રવધુ લાવી આપવાની લાલચ આપી રોકડ અને દાગીના મળી ૪.૬૦લાખ લઇ બદલામાં પુરુષને સ્ત્રીના કપડાં પહેરાવી વળાવી દઇ વિશ્વાસઘાત કર્યાની હાસ્યાસ્પદ ઘટના થરાદ પોલીસ દફ્તરે નોંધાઈ છે.

ડીસાના કમોડા ગામના ચેહરાભાઇ માલાભાઇ રબારીને ત્યાં બે મહિ‌ના પૂર્વે થરાદ તાલુકાના ખારાખોડા ગામના મેઘાભાઇ ખેમાભાઇ રબારી તથા દેવાભાઇ રાવતાભાઇ રબારી(ખારવી તા. સાંચોર,રાજસ્થાન)અને થરાદ તાલુકાના મિયાલ ગામના માલાભાઇ તેજાભાઇ રબારી મોટર સાયકલ પર આવ્યા હતા. અને મેઘાભાઇએ દેવાભાઇની બહેન વિધવા થયેલ છે અને તમારા પુત્ર ઇશ્વરભાઇનું ઘર કરવા યોગ્ય હોઇ દાગીનાની સગવડ કરો તો હું લીલુને તમારા દિકરા સાથે ઘર કરાવી દઇશ તેમ કહી વાતોમાં ભોળવ્યા હતા.

આથી ચેહરાભાઇએ પોતાના કુટુંબીઓને બોલાવી વાતા કર્યા બાદ પુત્રવધુને દાગીનામાં અઢી લાખ રોકડા અને અમુક વસ્તુ આપવાની વાત કરી હતી. મેઘાભાઇનો ફોન આવતાં ચેહરાભાઇ ૨-૬-૧૩ના રોજ સંબંધીઓ અને પુત્ર રાજાભાઇને સાથે લઇ જીપ ગાડી લઇ પુત્રવધુ લેવા ગયા હતા. જ્યાં થયેલી વાતચિત પ્રમાણે અઢી લાખ રોકડા, બે તોલા સોનાના પાટલા, બે તોલા સોનાનો દોરો, પ૦૦ ગ્રામ પગની ઝાંધરી અને કપડાં મળીને કુલ રૂ. ૪,૬૦,૨૦૦નો મુદ્દામાલ સાથે લઇ ગયા હતા.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...