પાલનપુર: તબેલાની આડમાં ચાલતું કતલખાનું ઝડપાયું, પાંચ ગાયો કપાયેલી મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તબેલાની આડમાં ચાલતું કતલખાનું ઝડપાયું
-કાળો કારોબાર | પાલનપુરના ટોકરિયાના તબેલામાં પોલીસે રાત્રે છાપો મારી પાંચ પશુને બચાવી લીધા

ગઢ: પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે તબેલાની આડમાં ચાલતું કતલખાનું ઝડપાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.ગઢ પોલીસે બાતમીને આધારે શુક્રવારે મોડી રાત્રે છાપો મારી ત્રણ કસાઇઓને ઝડપી લીધા હતા. આ ઉપરાંત જીપડાલા સહિત રૂ. 3.38,200 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. દરમિયાન કતલખાનામાંથી પાંચ ગાયો કતલ કરેલી હાલતમાં મળી આવતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી સાથે ભારે રોષ ફેલાયો છે. શનિવારે પોલીસે બંદોબસ્ત સાથે કતખાનામાં વધુ તપાસ હાથ ધરતાં લોકોના ટોળાં ઊમટી પડ્યાં હતા.

જિલ્લામાં ચકચારી પ્રાપ્ત થતી વિગતો મુજબ પાલનપુર તાલુકાના ટોકરીયા ગામની સીમમાં ઇરફાન અબ્દુલ શેરસીયાના ખેતરમાં તબેલાની આડમાં પશુઓની કતલ કરવામાં આવતી હતી.
જે બાતમીના આધારે ગઢ પીએસઆઇ એમ.એન. દેસાઇએ સ્ટાફ સાથે શુક્રવારે મોડી રાત્રે છાપો માર્યો હતો. જ્યાં પોલીસને નિહાળી છ કસાઇઓ પૈકી ત્રણ જણાને ઝડપી લેવાયા હતા. જ્યારે અન્ય નાસી છૂટ્યા હતા. પોલીસે કતલખાનામાં તપાસ કરતાં પાંચ ગાયો કતલ કરેલી હાલતમાં મળી આવી હતી. જેમનું માંસ પણ ત્યાં જ પડ્યું હતું. જ્યારે પાંચ ગાય-બળદ જીવીત મળી આવ્યા હતા. ઉપરાંત જીપડાલું, મોબાઇલ ફોન, મોટર સાયકલ નંગ-1 મળી કુલ રૂા. 3.38.200 નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.
કતલખાનું ઝડપાતા ડીસા નાયબ પોલીસ અધિક્ષક એચ.આર. દેસાઇ, ડીસા પીએસઆઇ જે.બી. આસોડીયા, યુ.બી. બારડ, સીપીઆઇ આર.એમ. ભદોરીયા સહિત પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ અંગે ગઢ પોલીસ મથકના એએસઆઇ ખેમાભાઇએ ફરિયાદ નોંધાવતાં પોલીસે છ કસાઇઓ સામે પશુ સંરક્ષણ અધિનિયમ 2011 ની કલમ-5, 6(ક)(ખ)8, 10 તથા પશુઓ તરફ ઘાતકી વર્તન અટકાવવાની કાયદાની કલમ 429, 295, 114 મુજબ ગૂનો નોંધી નાસી છૂટેલા કસાઇઓને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા છે.
આગળ વાંચો કસાઈઓ બલ્બના અજવાળે પશુની કતલ કરતા હતા