• Gujarati News
  • Consider The Call up Along'm Coming To Town To Celebrate: Rani Mukerji

માનો બુલાવો આવતાં દર્શન કરવા અંબાજી આવી છું : રાની મુખરજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં રાની મુખર્જીએ દર્શન કરીને પોતાનુ જીવનસાફલ્ય પ્રાપ્ત કર્યુ હતુ)
- માનો બુલાવો આવતાં દર્શન કરવા અંબાજી આવી છું : રાની મુખરજી
- 'મર્દાની’ ફિલ્મ રિલીઝ થાય તે પૂર્વે અભિનેત્રી માં અંબાના દરબારમાં
- મા અંબાની મંગલા આરતી, દર્શન પૂજા કરી રાનીએ ધન્યતાની લાગણી અનુભવી

અંબાજી : હિ‌ન્દી ફિલ્મ જગતની જાણિતી અભિનેત્રી રાની મુખરજીએ યાત્રાધામ અંબાજીમાં અંબાના દર્શન, પૂજા, અર્ચના કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. 'મર્દાની’ ફિલ્મ રિલીઝ થાય તે પૂર્વે અંબાજીમાં આવેલી રાની મુખરજીને નિહાળવા મંદિરમાં ભારે ભીડ જામી હતી. રાનીએ જણાવ્યું કે, 'મર્દાની રિલીઝ થાય તે પૂર્વે જ મા કા બુલાવા આયા હૈ અને મા ના ચરણમાં દર્શન કરવા આવી ગઇ.’મર્દાની ફિલ્મની અભિનેત્રી રાની મુખરજી શનિવારે પરોઢે સડક માર્ગે અંબાજી આવી મંદિરમાં મંગળા આરતીમાં માના દર્શન કરી ધર્મશાળા પહોંચી હતી.
ત્યાર પછી સાડા નવ વાગ્યે પુન: મંદિરે આવી હતી અને માતાજીની વિધિવત આરતી, પૂજા-અર્ચના કરી હતી. માતાજીની ગાદીએ જઇ માતાજીની ચુંદડી તેમજ રક્ષાપોટલી ગ્રહણ કરી પૂજારી ભટ્ટજી મહારાજના આર્શીવાદ મેળવ્યા હતા. રાનીએ મંદિરની સુવર્ણ કામગીરી નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બીજીબાજુ રાણીને નિહાળવા લોકોની ભારે ભીડ મંદિર પરિસરમાં જોવા મળી હતી.

'મર્દાની’ સફળ નિવડે તે માટે માને પ્રાર્થના કરી
મા અંબાના દરબારમાં અનેક જાણીતી અને વિશ્વભરની અગ્રણી હસ્તીઓ મા ના દરબારમાં અરજ કરવા આવે છે. ત્યારે શનિવારે આવેલી અભિનેત્રી રાની મુખરજીએ પણ મનોમન ફિલ્મ સફળ જાય તેવી પ્રાર્થના કરી હોવાનું મનાય છે. જોકે રાનીએ જણાવ્યું કે, 'બધી ફિલ્મો કરતાં મર્દાની ફિલ્મ જરા હટકે છે અને તેમાં મેં કરેલો રોલ પણ જોશો તો મહિ‌લાઓને પણ ઘણું શિખવા મળશે.’
રાની મુખર્જીની વધારે તસવીરો જોવા માટે ફોટો બદલો .....