આ કોલેજીયન કરે છે સમયનો સદ્દપયોગ, પાથરે છે જ્ઞાનનો ઉજાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જ્ઞાનનો ઉજાસ પાથરતા કોલેજીયન યુવાનો
- પાલનપુરના ભીલવાસમાં શ્રમિકોના બાળકોને અભ્યાસ કરાવતી કોલેજીયન ટીમ
- વેકેશનમાં સમયનો સદ્પયોગ કરી ચાર કોલેજીયન યુવકોનું ગ્રુપ આજે ચાલીસે પહોંચી ગયું છે
ફેસબુક અને વોટ્સએપમાં કલાકોનો સમય બરબાદ કરતાં યુવાનોને એક નવી જ દિશા ચિંધતા પાલનપુરના કોલેજીયન યુવકોની પ્રવૃતિ ઉડીને આંખે વળગે તેવી છે. શહેરના ભીલવાસમાં રહેતા શ્રમિકો ગંજબજારમાં મજૂરી કરી જીવનનિર્વાહ કરે છે. તેમના બાળકો તેમને બપોરે ટિફીન આપવા જાય ત્યારે ક્યારેક બારદાનના કોથળા સિવવા પણ બેસી જતા હતા. આમ આ બાળકો મજૂરી કામમાં જોતરાતા ગયા, પરંતુ ભણતરના અભાવે શિક્ષણથી વંચિત પણ રહી ગયા. આવા બાળકોના જીવનમાં શિક્ષણરૂપી પ્રકાશ પાથરવાનું બીડું પાલનપુર કોલેજના કેટલાક કોલેજીયન યુવકોએ ઝડપ્યું છે.
વેકેશનની રજાઓમાં અને શનિ તેમજ રવિવારે તેમને અહિંના બાળકોને ત્રણ માસથી અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું છે. અહિંના બાળકોને અગાઉ કક્કો કે બારખડીની પણ ગતાગમ પડતી નહતી. આ યુવકોએ ત્રણ માસમાં 'પ્રોજેક્ટ નિર્માણ’ કાર્યક્રમ ઘડીને જાતે જ બનાવેલા સિલેબસ મુજબ અભ્યાસ કરાવતા પાંચથી અગિયાર વર્ષના મોટાભાગના બાળકો આજે લખતા-વાંચતા થયા છે. એટલું જ નહીં આ યુવકોએ અભ્યાસ છોડી ગયેલા કેટલાક બાળકોને પુન: શાળામાં પ્રવેશ પણ અપાવ્યો છે. આમ શિક્ષણે કરેલી આ કમાલથી ચાર કોલેજીયન છાત્રોનું ગ્રુપ આજે ચાલીસે પહોંચ્યું છે. જેમાં ૩૦ યુવાનો અને ૧૦ યુવતીઓનો સમાવેશ થાય છે.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...