તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Collector, Mamlatdar And Six, Including A Complaint Against Circle

તત્કાલીન ના. કલેક્ટર, મામલતદાર અને સર્કલ સહિ‌ત છ સામે ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-તત્કાલીન ના. કલેક્ટર, મામલતદાર અને સર્કલ સહિ‌ત છ સામે ફરિયાદ
-ડીસાના સનથમાં જમીન ફાળવણી બાબતે અધિકારીઓ ફસાયા
-દલિત લાભાર્થીને આપવાની જમીન અન્યોને ફાળવી હતી
ડીસા તાલુકાના સનથ ગામના દલિતોને રાજ્ય સરકારે ખેત જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ ૧૩ એકર ૨૨ ગુંઠા જેટલી જમીન ફાળવી હતી. આ જમીન જરૂરીયાત મંદ અને સનથ ગામ આજુબાજુ આઠ કિલો મીટર એરીયામાં રહેતાં દલિત લાભાર્થીઓને આપવાની હતી. જો કે, તે સમયના નાયબ કલેક્ટર અને અન્યોએ નિયમ વિરુ£ આ જમીન બીજાને ફાળવતાં વિવાદ સર્જા‍યો હતો. જેમાં લાંબી કાનૂની લડત બાદ ડીસા ઉત્તર પોલીસ મથકે તત્કાલીન નાયબ કલેક્ટર, મામલતદાર, ડીસા સર્કલ ઓફિસર સહિ‌ત છ વ્યક્તિઓ સામે ગંભીર પ્રકારના ચાર્જ હેઠળ ગુનો દાખલ થયો છે.
બનાસકાંઠાના ડીસા ઉત્તર પોલીસ મથકે દલિત લાભાર્થીઓને સરકાર તરફથી મળવાપાત્ર જમીન અન્યોને ખોટા દસ્તાવેજો અને ગુનાહીત કાવતરાએ ફાળવી ફોજદારી ગુનો કર્યાંના કેસમાં નાયબ કલેક્ટર, મામલતદાર ડીસા, સર્કલ ઓફિસર સહિ‌ત છ સામે ગુનો દાખલ થતાં મહેસુલ વિભાગમાં સન્નાટો વ્યાપી છે.
સનથ ગામના દલિતોને રાજ્ય સરકારે ખેત જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ ૧૩ એકર ૨૨ ગુંઠા જેટલી જમીન ફાળવી હતી. નિયમ એવો હતો કે, આ જમીનની ફાળવણી માત્ર અને માત્ર સનથ ગામ આજુબાજુ આઠ કિલો મીટર એરીયામાં રહેતાં દલિત લાભાર્થીઓને આપવાની હતી. આ ફાળવણીમાં સરકાર તરફથી વર્ષ ૨૦૧૧માં તે વખતના ડીસાના તત્કાલીન નાયબ કલેક્ટર પી.કે.હડુલા, ડીસા મામલતદાર એન.એસ.ગઢવી, સર્કલ ઓફિસર ભીલડી સહિ‌તના જવાબદાર અધિકારીઓ નિયમ મુજબ આ ફાળવણી કરવાની થતી હતી. છતાં કેટલાંક કેસોમાં દૂર રહેતાં અન્ય દલિત લાભાર્થીઓને ખોટા સોગંદનામા અને દસ્તાવેજોએ ફાળવી ગેરરીતી આચરી હોવાનું રેકર્ડ પર આવ્યું હતું.
જેથી સાચા દલિત લાભાર્થીઓએ ન્યાય મેળવવા જે તે વખતના જિલ્લા કલેક્ટર એમ.થેન્નારસન સમક્ષ ફરિયાદ કરી હતી.