મંડળીના મંત્રી 10 ની નોટો વીણવા ગયા અને રૂપિયા 2.68 લાખ ગુમાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ભોગ બનેલા મંત્રીની તસ્વીર)
-પોલીસને પડકાર | નાગલાની પેટા દૂધ મંડળીના મંત્રી લૂંટાયા
-
મંડળીના પૈસા લઈને જઈ રહેલા મંત્રી લૂંટાયા
મંત્રીએ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી

થરાદ: થરાદ તાલુકાના નાગલા ગામની દૂધ મંડળીના મંત્રી પાસે થેલીમાં રહેલા રૂ. 2.68 લાખની થરાદ ખાતે શનિવારે અજાણ્યા છોકરાએ ધોળે દિવસે તેમની નજર સામેથી તફડંચી કરી પલાયન થઇ જતાં ખળભળાટ ફેલાવા પામ્યો છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, થરાદ તાલુકાના નાગલા ગામની દૂધ મંડળીનું પેમેન્ટ લેવા માટે બંને મંત્રીઓ દેવસીભાઇ તથા હરસેંગભાઇ રવજીભાઇ શનિવારે દેનાબેંકમાં આવ્યા હતા. જ્યાં બપોરે એક વાગ્યાના અરસામાં હરસેંગભાઇ પોતાના સેન્ટરના રૂ. 2.68 લાખની રકમ લઇ બેંકની બહાર નિકળી પોતાના ટ્રેકટર પર ઘરે જવા નિકળ્યા હતા. દરમિયાન બેંકની નજીકમાં જ એક અજાણ્યા છોકરાએ 10 રૂપિયાની બે-ચાર નોટો પડેલી છે જે મંત્રીની હોવાનું જણાવતાં તેઓ પૈસા લેવા નીચે ઉતર્યા હતા તે વખતે પેલો અજાણ્યો છોકરો ટ્રેકટરના ગીયર પર ભરાયેલી મંત્રીની પૈસા ભરેલી થેલી લઇ નાસી છૂટ્યો હતો.

જો કે મંત્રી જોઇ જતાં તેની પાછળ પણ દોડ્યા હતા. પરંતુ બજારની ભીડનો ફાયદો લઇ છોકરો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ અંગે મંત્રીએ જાણ કરતાં ચેરમેન સહિત અગ્રણીઓએ દોડી આવી પોલીસને જાણ કરતાં પોલીસે પણ દોડધામ કરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો નહતો. આ ઘટનાથી પંથકમાં ભારે ખળભળાટ ફેલાવા પામ્યો હતો. આ અંગે હરસેંગભાઇની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગૂનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મંત્રીની પાછળ ગંદુ પણ નાખ્યું હતું. નાગલાના મંત્રીને બે ધ્યાન કરી તેમની પીઠ પાછળ ગંદુ નાખી કપડાં ખરાબ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં તફડંચી કરનારને સફળતા નહીં મળતાં ટ્રેકટર આગળ રૂ. 10 ની નોટોની લાલચમાં ફસાવી તફડંચીને અંજામ આપવામાં આવ્યો હતો.

બે વર્ષ પહેલાં પણ પ્રયાસ થયો હતો
નાગલા ગામના દુધ મંડળીના મંત્રી હરસેંગભાઇ બે વર્ષ પૂર્વે પણ આવી જ રીતે રૂપિયા લઇ બેંકમાંથી ઉતર્યા હતા. તે વખતે આવાજ એક છોકરા દ્વારા તેમની થેલી ઝુંટવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ થેલીના નાકા હાથમાં વિંટાળેલા હોઇ મજબુત પક્કડના કારણે તફડંચી ઝીલઝડપમાં સફળતા મળી નહતી.અપહરણ કરનારા અપહરણ કરીને જતાં પાંચેય શખ્સોને ઝડપી લીધા હતા. આ ઘટનાને પગલે સમગ્રપંથકમાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી.

કાંકરેજ તાલુકામાં ચકચારી બનેલી ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડા ગામની સીમમાં રહેતા રમેશજી સલાજી ઠાકોરના ખેતરમાં શનિવારે સવારે 10 કલાકના સુમારે બોલેરો જીપ નં. જીજે-03-એફકે-4298માંથી ઉતરેલા ત્રણ અજાણ્યા શખ્સોએ મુકેશજી સવસીજી ઠાકોર ક્યાં છે તેવી પુછપરછ કરી હતી. તે સમયે જ મુકેશજી ટ્રેકટર લઇને ત્યાં આવી પહોંચ્યા હતા. આથી ત્રણેય શખ્સોએ ‘તું અમારા ભાગીયાની પત્ની સાથે આડો સંબંધ ધરાવે છે. એટલે તને ઉપાડી જવો તેમ કહી અપહરણ કરવા જતાં રમેશજી ઠાકોર છોડાવવા વચ્ચે પડ્યા હતા.

આથી ત્રણેય શખ્સોએ તલવાર, ખંજર વડે મારી નાંખવાની ધમકી આપી મુકેશજીનું બોલેરોમાં અપહરણ કરી નાસી છૂટ્યા હતા. આ ઘટનાની પોલીસને જાણ કરતાં થરા પીએસઆઇ વાય.એસ. સિસોદીયાએ નેકારીયા માર્ગ ઉપર નર્મદા કેનાલ પાસે બોલેરોને અટકાવી હતી. અને અંદર બેઠેલા મોરબીના રમેશભાઇ માંડણભાઇ વિરડા, ઉપેન્દ્રભાઇ ભગવાનજી કાસુંન્દ્રા, મુળ ભાભરના કાતરવાડાના અને હાલ મોરબીમાં રહેતા દલપતજી ભુદરજી ઠાકોર, વાવના ઇશ્વરીયા ગામના રમેશજી ભુદરજી ઠાકોર અને શ્રવણજી સુરાજી ઠાકોર પાસેથી મુકેશજીને છોડાવ્યા હતા. અને પાંચેય શખ્સોને પોલીસ મથકે લવાયા હતા. જેમની સામે અપહરણનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 50 હજાર ગયા હતા. ત્યારે કોઇ અજાણ્યો શખ્સ તેમની નજર ચૂકવી થેલો લઇ નાસી છૂટ્યો હતો. જેની શોધખોળ કરવા છતાં કોઇ પત્તો ન મળતાં પરેશકુમારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.