પાલનપુરમાં કિશોરે મિત્રના કાન પર ચપ્પા વડે હુમલો કરતાં ચકચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - ભોગ બનનાર કિશોર)
-પરિવારજનોએ સમાધાનનો રાહ અપનાવતાં ફરિયાદ કરવાનું ટાળ્યું
-ઉશ્કેરાટ | બે કિશોર રમતાં રમતાં ઝઘડી પડ્યા


પાલનપુર: પાલનપુરના મીઠીવાવ વિસ્તારમાં શનિવારે બે કિશોરો રમતાં-રમતાં ઝઘડી પડ્યા હતા. જેમાં એક જણાએ ચપ્પા વડે હૂમલો કરી તેના મિત્રના કાનના ભાગે ઇજા પહોંચાડી હતી. જેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે, જ્યાં બંનેના પરિવારજનોએ સમાધાનનો રાહ અપનાવ્યો હતો. શહેરના મીઠીવાવ વિસ્તારમાં નજીક-નજીક રહેતા બે 11 વર્ષિય કિશોર શનિવારે રમતાં હતા. તે દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા એક કિશોરે તેના અનુસંધાન પાના નં- 8પર...

મિત્રએ ચપ્પું
મિત્ર ગૌરવ અશોકભાઇ રાઠોડ (ઉં.વ.11) ઉપર ચપ્પા વડે હૂમલો કર્યો હતો. અને કાન ઉપર ઇજા કરી હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના રહીશો ત્યાં દોડી આવ્યા હતા. અને લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. દરમિયાન ગૌરવને લોહીલુહાણ હાલતમાં પાલનપુર સિવિલ હોિસ્પટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં બંને કિશોરોના પરિવારજનોએ સમાધાનનો રાહ અપનાવ્યો હતો.

સમાન્ય ઈજાના કારણે રજા અપાઈ
પાલનપુર ટ્રોમા સેન્ટરના તબીબે જણાવ્યું હતું કે, ગૌરવ રાઠોડને કાનના ભાગે ઘસરકો થયો હતો. જેના ઉપર પાટો બાંધી તરત જ રજા આપી દેવાઇ છે. કાન ઉપર કોઇ ગંભીર ઇજા થવા પામી નથી.