• Gujarati News
  • BK District City Code Of Conduct Violation Complaint Against BJP Youth President Cakacara

બ.કાં જિલ્લા-શહેર ભાજપ યુવા પ્રમુખ સામે આચારસંહિ‌તાભંગની ફરિયાદથી ચકચાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપના ૧પ કાર્યકરો સામે પ‌શ્ચિ‌મ પોલીસ મથકે ગુનો નોંધાયો

પાલનપુર ખાતે બુધવારે ભાજપ દ્વારા કેન્દ્ર સરકાર વિરૂદ્ધ પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર શહેર ભાજપના યુવા પ્રમુખો સહિ‌ત ૧પ કાર્યકરો સામે ચૂંટણી આચારસંહિ‌તાનો ભંગ કરવા બદલ ફરિયાદ નોંધાવા પામી છે. આ અંગે પ‌શ્ચિ‌મ પોલીસ મથકે ગુનો નોંધાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

લોકસભાની બનાસકાંઠા બેઠક માટે પેટા ચૂંટણી યોજાનારી છે. જેના માટે ચૂંટણી આચારસંહિ‌તા અમલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત ૬ મેથી ૭ જૂન ’૧૩ સુધીમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓની મંડળી કે પરવાનગી વગર સભા ભરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. તેમ છતાં બુધવારે પાલનપુર ખાતે ભારતીય જનતાપક્ષ દ્વારા કેન્દ્ર સરકારની ભ્રષ્ટાચાર બાબતોની નિષ્કાળજી સબંધે યોજાયેલા પૂતળા દહન કાર્યક્રમમાં પરવાનગી લેવામાં આવી ન હતી. આથી ચૂંટણી આચારસંહિ‌તાનો ભંગ થયો હતો. આ અંગે પ‌શ્ચિ‌મ પોલીસ મથકના પીએસઆઇ વી.બી.મકવાણાએ બનાસકાંઠા જિલ્લા તેમજ પાલનપુર શહેર ભાજપના યુવા પ્રમુખો સહિ‌ત હોદ્દેદારો અને કાર્યકરો મળી ૧પ કાર્યકરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચૂંટણી આચારસંહિ‌તાનો ભંગનો ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં ચકચાર મચી ગઇ છે.

કોની સામે ગુનો નોંધાયો
૧. અમરતભાઇ પ્રભુરામભાઇ દવે (ડીસા)
૨. હરેશભાઇ હેમરાજભાઇ ચૌધરી (ગીડાસણ)
૩. દશરથજી જવાનજી સોલંકી (પાલનપુર)
૪.ઇશ્વરસિંહ સોલંકી(દાંતીવાડા)
પ.અશ્વિનભાઇ ભોગીલાલ પ્રજાપતિ(પાલનપુર)
૬.દિવાકરભાઇ સુરેશભાઇ જોષી(પાલનપુર)
૭.જસવંતસિંહ પૃથ્વીરાજસિંહ વાઘેલા(પાલનપુર)
૮.મહેશભાઇ લક્ષ્મણભાઇ પટેલ(પાલનપુર)
૯.વિનોદભાઇ પટેલ(નીલપુર)
૧૦.હરનાથભાઇ હાથીભાઇ પટેલ(દાંતીવાડા)
૧૧.સાગરભાઇ ગિરીશભાઇ જાની(પાલનપુર)
૧૨.શ્રીકાંતભાઇ દેવશીલાલ જોષી (પાલનપુર)
૧૩.પરેશભાઇ મહેન્દ્રભાઇ ત્રિવેદી (પાલનપુર)
૧૪.અશોકભાઇ વર્ધાભાઇ સુથાર(પાલનપુર)
૧પ.દિનેશસિંગ વાઘાજી સોલંકી (વડગામ)