• Gujarati News
  • Bhesana Village 3 Brothers And Sisters Dedicated To Animals Of Last 14 Year

પશુ-પંખીઓ માટે સમર્પિત ત્રણ ભાઇ-બહેનો, 14 વર્ષથી એક હજાર પશુ-પંખીઓનું પાલન કરે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર: દિયોદર તાલુકાના ભેસાણા ગામના ઠાકોર પરિવારના ત્રણ ભાઇ-બહેનોએ ગૌસેવાના લાભાર્થે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. છેલ્લા 14 વર્ષથી બે બહેનો તથા એક ભાઇ ગામના નજીક ગૌશાળા બનાવી ગાય, શ્વાન, કબૂતર અને મોર સહિત એક હજારથી વધુ પશુ-પંખીઓનું પાલન પોષણ કરી રહ્યા છે. જોકે તેમના પ્રેરણાદાયી ભગીરથ કાર્યમાં દાતાઓ તરફથી પણ સહાય પ્રાપ્ત થઇ રહી છે.
Paragraph Filter
- દિયોદરના ભેસાણા ગામના ઠાકોર પરિવારના ત્રણ સંતાનો 14 વર્ષથી એક હજાર પશુ-પંખીઓનું પાલન કરે છે
ભેસાણા ગામના ખેડૂત સામાજી ઠાકોરને સંતાનમાં ત્રણ પુત્રીઓ તેમજ ત્રણ પુત્રો છે. જે પૈકી શારદાબેન, રમાબેન તેમજ રમેશભાઇ નામના ત્રણ ભાઇ બહેનોએ ગૌ સેવાર્થે તેમના સાંસારિક જીવનનો ત્યાગ કર્યો છે. છેલ્લા 14 વર્ષથી ગામની નજીક આવેલી જમીનમાં સંત સદારામ જીવદયા ટ્રસ્ટ સંચાલિત રામારામ ગૌશાળાનું નિર્માણ કરી એક હજારથી પણ વધુ પશુ- પંખીઓનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. જેમાં પંથકના દાનવીરોનો પણ સહકાર સાંપડી રહ્યો છે.
ગાયોને લીલું ઘાસ, શ્વાનોને દૂધ-ભાત અને પંખીઓને ચણ માટે ગૌશાળામાં દૈનિક રૂ.35થી 40 હજારનો ખર્ચ થઇ રહ્યો છે. જેમાં 10 જેટલા કાર્યકરો કામ કરી રહ્યા છે. શાળાનાં પગથિયાં પણ ચડ્યા ન હોવા છતાં અભણ બહેનો સમગ્ર ગૌશાળાના હિસાબ-કિતાબ રાખે છે. આ ગૌશાળા હાલમાં સમગ્ર પંથકમાં સેવાની સુવાસ ફેલાવી રહી છે.
આગળની સ્લાઈડ્સ ક્લિક કરીને જુઓ, ગૌ શાળામાં આ પશુ-પક્ષીનું જતન થાય છે, દાદીમાની ભક્તિથી ગૌ સેવાની પ્રેરણા મળી...