• Gujarati News
  • Banaskantha Standard. 10 Of The Papers Khutatam Systemic Fever

બનાસકાંઠામાં ધો. ૧૦ના પેપરો ખૂટતાં તંત્રમાં દોડધામ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં પરીક્ષાર્થીઓનો સમય બગડયો હોવાના આક્ષેપો : શહેરની શાળામાં તાત્કાલીક પેપર મંગાવી લેવાયાં

બનાસકાંઠા જિલ્લામાં શનિવારે ધો.૧૦ ની પરીક્ષાનું અંતિમ પ્રશ્નપત્ર હતું. જ્યાં પાલનપુર શહેર ઉપરાંત ગ્રામિણ વિસ્તારોની કેટલીક શાળાઓમાં બંડલમાં જ પ્રશ્નપત્રો પુરતી સંખ્યામાં આવ્યા ન હતા. આથી સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. જે દરમિયાન ગ્રામિણ વિસ્તાર શાળાઓમાં પરીક્ષાર્થીઓનો અડધો કલાક સુધીનો સમય બગડયો હોવાના આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની ર્બોડની પરીક્ષા શાંતિમય માહોલમાં યોજાઇ રહી છે. જ્યાં શનિવારે ધો.૧૦ માં અંતિમ હિ‌ન્દી, સિંધી, સંસ્કૃત, ફારસી અને અરબીની પરીક્ષા યોજાઇ હતી. દરમિયાન પાલનપુરની સીટી હાઇસ્કૂલ સહિ‌ત ગ્રામીણ વિસ્તારના પરીક્ષા કેન્દ્રોમાં સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર બંડલમાંથી ઓછી સંખ્યામાં નીકળતાં સ્ટાફમાં દોડાદોડી થઇ જવા પામી હતી. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ગ્રામિણ વિસ્તારોમાં પરીક્ષા કેન્દ્રોમાં પ્રશ્નપત્રો ઓછા હોવાનો ખ્યાલ આવતાં તાત્કાલિક ઝોનલ કક્ષાએથી મેસેજ કરી ખૂટતાં પ્રશ્નપત્રો મંગાવી લીધા હતા. તેમ છતાં કેટલાક પરીક્ષા કેન્દ્રોએ અડધો કલાક બાદ પ્રશ્નપત્ર અપાયા હતા અને અડધો કલાક લેઇટ પરીક્ષા પુરી થઇ હતી.
જ્યારે પાલનપુરની સીટી હાઇસ્કૂલમાં તાત્કાલિક પ્રશ્નપત્રો મંગાવી લેવાયા હોવાથી પરીક્ષાર્થીઓને કોઇ હેરાનગતિ અનુભવવી પડી ન હતી.’