થરામાં સાડીની દુકાન સળગાવવાનો પ્રયાસ કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - સળગાવેલ ફર્નિચર)
થરા:કાંકરેજ તાલુકાના થરામાં ચોરાશી સોસાયટી વિસ્તારમાં સોમવારે રાત્રે અજાણ્યા શખ્સોએ બંધ કરાયેલી દુકાનમાં શટર નીચેથી આગ લગાડવાનો પ્રયત્ન કરતાં ચકચાર મચી હતી. આ બાબતે વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. થરાની ચોરાસી સોસાયટીમાં ઉત્સવ સાડી સેન્ટરના માલિક રમેશભાઇ જોષી પોતાની કાપડની દુકાન સોમવારે સાંજે વધાવી ને બીજા દિવસે સવારે ખોલવા આવ્યા હતા.

ત્યારે સવારે દુકાનની અંદર રહેલું શટર અડધુ દાઝી ગયેલું હતું. તથા પગલુસણીયું સળગેલી હાલતમાં મળી આવતાં વેપારી ગભરાયા હતા. જ્યારે કોઇએ બંધ દુકાનના શટર નીચે સળતું ઉંબાડીયુ નાંખ્યું હોવાના કારણે થોડી આગ લાગતા કાઉન્ટર દાઝ્યું હતું. નસીબ જોગે આગે મોટુ સ્વરૂપ ધારણ ન કરતાં મોટુ નુકશાન થતું બચ્યું હતું. જો કે વેપારીએ આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.