થરાદમાં ઝટકા મશીન બનાવતી કંપનીએ સર્વે કરતાં વેપારીઓને ‘ઝટકો’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ: થરાદમાં પોતાની બ્રાન્ડનું ડુપ્લીકેટીંગ થતું હોવાની જાણકારી મળતાં એક કંપનીએ સોમવારે સર્વે હાથ ધર્યો હતો. આથી આવી પ્રોડક્ટનું ડુપ્લીકેટીંગ કરતા અનેક વેપારીઓ ભય અને ફફડાટથી પોતાની દુકાનો ટપોટપ બંધ કરી રવાના થઇ ગયા હતા.

થરાદના માર્કેટમાં સોમવારે અમદાવાદની ફિલ્ડમાસ્ટર નામની ઝટકા મશીન બનાવતી ખાનગી કંપનીના પ્રોપરાઇટર પ્રિયાબેન પટેલ અને તેમની ટીમે તેમની બ્રાન્ડનું ડુપ્લીકેટીંગ થતું  હોવાની જાણકારી મળતાં એગ્રો અને ઇલેક્ટ્રીકસની પચ્ચીસેક દુકાનોમાં સર્વે કામગીરી હાથ ધરી હતી. દરમિયાન વિક્રેતાઓ દ્વારા તેમની બ્રાન્ડના નામે ભળતાં એસેંબલ ઝટકા મશીનો ઓછા ખર્ચે બનાવી સરહદી પંથકના ખેડુતોને ઉંચા ભાવે વેચીને કમાણી કરાતી હોવાનું જાણવા મળ્યું હતું.

એટલું જ નહીં ઝટકો બનાવટના સરકારના ધારાધોરણના નિયમોનો સરેઆમ ભંગ કરી માણસ અને પશુઓ માટે ઘાતક બની શકે એટલા હાઇ વોલ્ટેજનો (શૉક)નો બનાવવા ઉપરાંત ટીન નંબર વગરનાં બીલ આપીને સરકારને પણ નુકશાન કરતા હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. 

પ્રિયાબેન અને તેમની ટીમે દુકાનોની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરી હતી. ત્યાર બાદ જિલ્લા પોલીસવડાને રજુઆત કરી થરાદ પોલીસ મથકમાં આવા દુકાનદારો સામે પોલીસ ફરિયાદ કરાવવાની તજવીજ પણ હાથ ધરી હતી. બીજી બાજુ ટીમ આવ્યાની માહિતી મળતાં અનેક દુકાનદારો ભય અને ફફફાટ સાથે ફટાફટ શટર પાડી દુકાનો બંધ કરી નાસતા પણ જોવા મળ્યા હતા.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
 
અન્ય સમાચારો પણ છે...