તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં એસપી કચેરી પાસે યુવકે ઝેરી દવા ગટગટાવતાચકચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: ડીસાના  યુવકને અસામાજિક તત્વો દ્વારા મારી નાખવાની ધમકી મળતાં ગભરાઇને ગુરુવારે એસપી કચેરીએ રજૂઆત કરવા આવ્યો હતો. આ યુવકે બપોરે અંદાજે એક વાગ્યા આસપાસ એસપી કચેરી નજીક જ ઝેરી દવા ગટગટાવી લેતાં તંત્રમાં દોડધામ મચી હતી. આ યુવકને પોલીસ દ્વારા સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો.

ડીસા ખાતે જોખમનગરમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલ સુથારને ઝઘડાની અદાવતમાં જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી. જેથી ગભરાઇને દિનેશભાઇ ગુરુવારે પાલનપુર એસપી કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા. જ્યાં જોરાવર પેલેસમાં એસપી કચેરી નજીક ભરબપોરે એક વાગ્યા આસપાસ ઝેરી દવા ગટગટાવી હતી. 

આ અંગેની જાણ પોલીસને થતાં એસપી કચેરી સહિત એલસીબીના સ્ટાફ દ્વારા દિનેશભાઇને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઇ આર. કે. સોલંકીએ  જણાવ્યું હતું કે, ‘ડીસાના જોખમનગરમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલ સુથારને તેમના પડોશી જોડે ઝઘડો થયો હતો. જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે પોલીસ મથકે ફરિયાદ આપવા આવ્યા હતા. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
 
અન્ય સમાચારો પણ છે...