તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર: માતા કડિયા કામે ગઇ, દિકરીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: વડગામ તાલુકાના છાપી ગામની યુવતીએ ગુરૂવારે બપોરે કોઇ અગમ્ય કારણોસર ઝરી પ્રવાહી ગટગટાવ્યું હતુ. જેથી યુવતીને પાલનપુરની સિવિલમાં સારવાર માટે લવાઇ હતી. પરંતુ શુક્રવારે વહેલી સવારે તેણીનું મોત નિપજ્યું હતુ. ઘટનાના પગલે પરિવારમાં શોક છવાયો હતો.

છાપીના જ્યોતી નગરમાં રહેતા મધુબેન સોમાભાઇ કટારીયાને બે દિકરા અને એક દીકરી હતી. જેમાં અગાઉ તેમના પતિનું અવસાન થયું હતું. જેથી મધુબેન કડીયા કામ કરી પોતાના સંતાનોનો ઉછેર કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મધુબેન ગુરૂવારે કડીયા કામે ગયા હતા. તે સમયે તેમની મોટી દીકરી રશ્મિતાબેન કટારીયા (ઉ.વ.19)એ બપોરના સમયે અગમ્ય કારણોસર ઝેરી પ્રવાહી ગટગટાવી લીધુ હતું.

જેથી યુવતીને તાબડતોબ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાઇ હતી.પરંતુ સારવાર દરમિયાન શુક્રવારે વહેલી સવારે રશ્મિતાબહેનનું મોત નિપજ્યું હતું.આ ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કડીયા કામ કરીને ગુજરાન કરતી માતાએ વ્હાલસોયી દીકરી અને બે નાના ભાઇઓએ લાડલી બહેન ગુમાવી છે.
અન્ય સમાચારો પણ છે...