તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધી : હોલસેલ- છુટક ચીજવસ્તુઓના વેપારીઓને લગ્નની સિઝનમાં જ નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: નોટબંધીના નિર્ણય બાદ સૌથી વધુ અસર બજારલ ઉપર પણ વર્તાઇ રહી છે. વર્તમાન સમયે લગ્નસરાની સીઝન ચાલી રહી છે. જ્યાં મંદીના માહોલથી વેપારીઓને પણ આર્થિક નુકસાન થઇ રહ્યું છે. પાલનપુર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો વહેલી સવારથી જ બેંકો આગળ ઉભા રહી રહીને થાકી ગયા છતાં જરૂરિયાત મુજબ નાણા ન મળતાં હાલાકીમાં મુકાઈ ગયા છે.દરમિયાન રિઝર્વ બેંક દ્વારા જે બેંકમાં ખાતુ હોય તે બેંકમાંથી જુની નોટોની લેવડ- દેવડનો આદેશ કરવામાં આવતાં વર્તમાન સમયે બેંકો આગળ કતારો ઓછી જોવા મળી રહી છે.

કાપડ બજારમાં ઉધારીનો વેપાર કરી રહ્યા છીએ
લગ્નસરાની સિઝનમાં કપડાં ખરીદવા માટે લોકોનો ઘસારો ખૂબ જ ઓછો છે. જે ગ્રાહકો બાંધેલા છે. તેઓ ખરીદી કરવા માટે આવે છે. જોકે, તેમની પાસે પણ પુરતા પ્રમાણમાં નાણાં ન હોવાથી ઉધારીનો ધંધો કરી રહ્યા છીએ. >ભરતકુમાર ખત્રી (કાપડના વેપારી, પાલનપુર)

સોની બજાર ઠપ થઈ ગયું
વેપારીઓ દુકાનો ખોલીને બેસી રહે છે. ગ્રાહકો આવતા નથી.લગ્નની સિઝનમાં જ બજાર ઠપ થતા નુકસાન થઇ રહ્યું છે.રઘુભાઇ ચોકસી (પ્રમુખ, ચોકસીબજાર)
અન્ય સમાચારો પણ છે...