તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે બાઇક સામ-સામે ટકરાઇ, બે યુવકોનાં ઘટના સ્થળે જ મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિહોરી: થરા-શિહોરી હાઇવે માર્ગ પર મોડી રાત્રે સર્વિસ રોડ પર બાઇક ચાલકો સામ સામે ટકરાયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે બન્ને બાઇક સવારોના ઘટના સ્થળે મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. કાંકરેજ તાલુકાના માનપુરા ગામનો 21 વર્ષિય શકુભા વાઘેલા અને ભાભર તાલુકાના મીઠા ગામનો સંજય ઠાકોર ગુરુવારે મોડી રાત્રે થરા હાઇવે માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા.  

ત્યારે આ બન્ને યુવકો પોતાના બાઇક સાથે સામ-સામે ટકરાતા બન્નેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માતનો ધડાકો એટલો જોરદાર હતો કે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને 108 બોલાવી હતી. દરમિયાન મૃતકોની લાશને શિહોરીની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઇ જવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...