ડીસામાં મહિલા બેંક મેનેજરને જાતિ વિરુદ્ધ શબ્દો બોલી ધમકી અપાતાં ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા: ડીસામાં એસબીઆઇ ના મહિલા બેન્ક મેનેજરની બે શખ્સોએ ધમકી આપતા મહિલા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. ડીસા એસ.બી. આઇ.ની હાઇવે બેન્કના મહિલા મેનેજર અંજુબેન ગામેતી મહિલા દિને બેન્કમાં તેમની કેબિનમાં હતા. દરમિયાન બે શખ્સો એ આવી ધમકાવી પાસ બુક કેમ આપતા નથી તે બાબતે તકરાર કરી હતી.
 
મેનેજરે લેખિત અરજી આપવા જણાવતા ચેતન જોશી અને કૈલાશ ત્રિવેદીએ પોતે આર.એસ.એસ.ના માણસો હોવાનું જણાવી મહિલાની જાતિ વિશે શબ્દો બોલ્યા હતા. જેથી મેનેજરે પોલીસેને જાણ કરી હતી.જો કે બંને શખ્સોએ મહિલા મેનેજરને ધમકી આપી જતા રહ્યા હતા.બાદમાં બેન્ક મેનેજર પોલીસ મથકમાં પહોંચી હતી પરંતુ બે દિવસ સુધી પોલીસે ફરિયાદ ન લેતા શનિવારે રાત્રે મહિલા પોલીસ મથક આગળ જ બેસી જતા હંગામો મચી ગયો હતો. પોલીસે ચેતન જોશી અને કૈલાશ ત્રિવેદી સામે ગુનો નોંધી તપાસ પીઆઇ એસ. ડી. ચૌધરીએ તપાસ હાથ ધરી છે.
 
 
અન્ય સમાચારો પણ છે...