તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસ દ્વારા આતંકી હુમલામાં મોતને ભેટેલા યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: જિલ્લા કોંગ્રેસ દ્વારા મંગળવારે મોડી સાંજે પાલનપુર ગુરુનાનક ચોક ખાતે અમરનાથ યાત્રામાં આતંકી હુમલામાં મોતને ભેટેલા યાત્રિકોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

પાલનપુર ગુરુનાનક ચોકમાં કેન્ડલ માર્ચ યોજાઇ

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુર ગુરુનાનક ચોક ખાતે મંગળવારે મોડી સાંજે કેન્ડલ માર્ચ યોજી મોતને ભેટેલા અમરનાથ યાત્રિકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી અને સુત્રોચ્ચાર રૂપી વિરોધ પ્રગટ કર્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણ, લક્ષ્મીબેન કરેણ, મુકેશ ચૌહાણ, ડામરાજી રાજગોર, લલિત પરમાર, પ્રવિણભાઇ ચૌધરી, નયનાબેન પઢીયાર, અમૃતભાઇ જોષી સહિત કોંગ્રેસી કાર્યકરોએ હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
 
(તસવીરો: જીતેન્દ્ર પઢિયાર, પાલનપુર)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...