લાખણીમાં નકલી ઘી વેચતા ન શરમાયા, પકડાયા પછી મોઢા છુપાવ્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખણી : લાખણીમાં એક વેપારીની સતકર્તાથી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે લાખણી મામલતદારને સાથે રાખી ગુરુવારે છટકુ ગોઠવ્યું હતું. જેમાં સાગર બ્રાન્ડના નામે 20 કિલો બનાવટી ઘી વેચવા આવેલા ડીસાના બે શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- લાખણીમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા : 20 કિલો બનાવટી ઘી સાથે બે ઝડપાયા
પ્રાપ્ત થતી માહિતી મુજબ, લાખણીમાં કરીયાણાનો વેપાર કરતા રવજીભાઇ ચૌધરીની દુકાનમાં થોડાક દિવસ અગાઉ ડીસાથી બે સેલ્સમેન સાગર ઘીના સેમ્પલ લઇને આવ્યા હતા. પરંતુ વેપારી રવજીભાઇને આ ઘીના સેમ્પલ બનાવટી હોવાનું માલુમ પડતાં તેઓએ બન્ને શખ્સોને રંગે હાથ ઝડપી લેવા વધુ 20 કિલો ઘી લઇને આવવા જણાવ્યું હતું. બાદમાં તેઅોએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાલનપુર, લાખણી મામલતદાર તેમજ પોલીસને આ અંગે જાણ કરી હતી. દરમિયાન ગુરુવારે ફુડ ઇન્સ્પેકટર પાલનપુર અને લાખણી મામલતદાર વી.એસ.ઠાકોરે છટકુ ગોઠવ્યું હતું.

વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...
અન્ય સમાચારો પણ છે...