પાલનપુરમાં આજે પાસપોર્ટ સેવા કેન્દ્રનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્દઘાટન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી હેડ પોસ્ટ ઓફીસ ખાતે આજે મંગળવારે પાસ પોર્ટ સેવા કેન્દ્રનો શુભારંભ થવા જઇ રહ્યો છે.રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે તેનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. જેને લઇને પાસપોર્ટ કચેરી અને પોસ્ટ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. જ્યારે મુખ્યમંત્રીના આગમને લઇને પોલીસે ચુસ્ત મંગળવારે સવારે 10 વાગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ‘પાસપોર્ટ સેવા કેન્દ્ર’ નું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે. 

જેઓ ગાંધીનગરની હેલિકોપ્ટર દ્વારા જગાણા હેલિપેડ ખાતે આવશે. જ્યાંથી કાર્યક્રમના સ્થળે જશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, જિલ્લાના પ્રભારી મંત્રી દિલીપ ઠાકોર, રાજ્યના મંત્રીઓ શંકરભાઇ ચૌધરી, મંત્રી  કેશાજી ચૌહાણ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સમયે ખોડલાથી ચંડીસરને જોડતા હાઇ-વેનો માર્ગ તેમજ જગાણા એન્જીનીયરીંગ કોલેજમાં છાત્રોની હોસ્ટેલનું લોકાપર્ણ પણ કરાશે. મુખ્યમંત્રીના કાર્યક્રમના પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 પાસપોર્ટ સેવા કેન્દ્રમાં થશે આ કામગીરી
 - દરરોજ 100 અરજદારોને એટેન્ડ કરાયા તેવી વ્યવસ્થા 
 - હેડ પોસ્ટ ઓફિસ ખાતે છ કાઉન્ટરો હશે
 - દરેક અરજદારોને વેરિફિકેશન માટે મોબાઇલ ઉપર એસએમએસ દ્વારા સમય અપાશે.
 -પાસપોર્ટ ફોર્મમાં ઓપ્સન અપાશે. જેમાં વેરિફિકેશન માટે સેન્ટરની પસંદગી કરી શકાશે.
 - સમગ્ર કામગીરી પેપરલેસ થશે.
અન્ય સમાચારો પણ છે...