થરાદમાં તમારા દિકરા અમને સિંહ કેહતા નથી કહીં પિતા-પુત્ર પર હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
 
થરાદ: થરાદના તાખુવામાં સિંહ કહીને નહી બોલાવતા હોવાના મુદ્દે ગામના ત્રણ શખ્સોએ મળીને ગામના પિતા-પુત્ર પર લાકડી વડે હુમલો કરી તેનું મોટરસાયકલ ભાંગ્યાની ઘટના પોલીસ દફતરે નોંધાવા પામી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તમારા દિકરા અમને સિંહ કહેતા નથી અને તોકારા આપે છે

થરાદ તાલુકાના તાખુવા ગામમાં મફાભાઇ મેવાભાઇ રબારી શુક્રવારની સાંજના સાતેક વાગ્યાના સુમારે ગામમાં વાળ કપાવવા માટે ગયો હતો. આ વખતે તેને ગામના વનરાજસિંહ ગજુસિંહ ચૌહાણ મારવા પડતાં તે દોડતો-દોડતો તેના ઘર તરફ ભાગ્યો હતો. આથી પિતા મેવાભાઇએ પુછતાં તેણે બનાવની વાત કરતાં મેવાભાઇ ગામના ચોરે ગયા હતા. જ્યાં ગામના હેદુસિંહ થાનજી ચૌહાણ તથા નધુસિહ રાણજી ચૌહાણ અને વનરાજસિંહ ગજુસિંહ ચૌહાણ મોટરસાયકલ પર લાકડીઓના પ્રહારો કરીને તેને ભાંગતા હોવાથી મેવાભાઇએ કારણ પૂછતાં તેમણે તમારા દિકરા અમને સિંહ કહેતા નથી અને તોકારા આપે છે તેવો જવાબ આપી અપશબ્દો બોલ્યા હતા.

પિતા-પુત્ર પર લાકડીઓ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી

તેમણે દિકરાઓ હવે તોકારો નહી આપે અને અપશબ્દો બોલવાની ના પાડતાં તેમણે ઉશ્કેરાઇને પિતા-પુત્ર પર લાકડીઓ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જોકે વધારે હોબાળો થતાં ત્રણેય જણા જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ બનાવની મેવાભાઇ રબારીએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.