પાલનપુર: હરિપુરા વિસ્તારના લોકોનો રોડ, પાણી મુદ્દે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુર: પાલનપુર વોર્ડ નંબર 2 માં આવેલ હરિપુરા વિસ્તારના લોકોને તંત્ર દ્વારા રોડ, પાણી અને ગંદકી જેવી સમસ્યાઓનો ઉકેલ ન આવતા આ વિસ્તારના મોટાભાગના લોકોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. પાલનપુરના વોર્ડ નં.2 માં માનસરોવર નજીક આવેલ હરિપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રોડ, પાણી અને ગંદકી જેવી સમસ્યાઓ સર્જાઇ રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા વિસ્તારના લોકો દ્વારા વારંવાર મામલતદાર કચેરી નગરપાલિકા તથા સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં કોઇજ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. હરિપુરાથી આરટીઓ જવાના માર્ગ પરજ રસ્તા વચ્ચે આવી હંગામો મચાવી ચૂંટણી બહિષ્કાર કરવાના નિર્ણય સાથે વિરોધ નોંધાવ્યો હતો. ‘રોડ નહી… તો વોટ નહી.’ ના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો.

 

અમારી કોઇ સમસ્યાને ધ્યાન પર લેવાતી નથી

 

આ વિસ્તારમાં રોડ પાકા બનેલા ન હોવાથી કોઇવાર સ્થાનિકને બીમારીના સમયે દવાખાને લઇ જવુ હોય તો રિક્ષા કે એમ્બ્યુલન્સ અંદર આવી શકે તેવી સગવડ નથી.અમે રોડની માંગણી કરીએ છીએ. આ વિસ્તાર માનસરોવરને અડીને આવેલ છે અહી પીવાલાયક પાણી પણ નથી. ગંદકીથી ખરડાયેલુ પાણી અમુકવાર પીવામાં આવતા બીમારીથી પીડાવુ પડે છે. આ વિસ્તારની આજુબાજુ માનસરોવર આવેલ છે. જેમાં પાલનપુર શહેરની ગંદકી આવી રહી છે -ખેતાજી સરદારજી ચાવડા(ઠાકોર)

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...