ડીસા: ડીસામાં ભાજપના પૂર્વે નગરસેવક જીતુ રાણાએ તેના પર થયેલ અગાઉની ફરિયાદ પાછી ખેંચી લેવા મામલે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા મામલે બે શખસો વિરુદ્ધ શહેરના દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બુધવારે મોડી રાત્રે 70થી વધુ લોકો ડીસાના દક્ષિણ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આરોપીને ઝડપી લેવા રજૂઆત કરી હતી. મનસુખભાઇ લક્ષ્મણભાઇ પ્રજાપતિ સહિત જોગાભાઇ ધરમશીભાઇ પ્રજાપતિ, દામાભાઇ પ્રજાપતિ તથા બાબુભાઇ પ્રજાપતિ બુધવારની રાત્રે તેમની સોસાયટીના નાકા પાસે આવેલ દુકાનના ઓટલા પર બેઠા હતા.
70થી વધુ લોકોએ મોડી રાત્રે પોલીસ મથકે રજૂઆત કરી
આ દરમિયાન ભાજપના પૂર્વ નગરસેવક જીતુ રાણા સાથે અન્ય એક શખસ તેમની પાસે આવી અચાનક બેલ્ટ વડે મૂઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત તેના પર અગાઉ થયેલ કેસ પાછો નહીં ખેંચે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડીસામાં ભાજપના પૂર્વે નગરસેવક જીતુ રાણા વિરુદ્ધ ચાર માસ અગાઉ પોક્સો અન્વયે ગુનો નોંધાતા પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો. બાદમાં ભાજપ દ્વારા તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.