થરાદ: થરાદ તાલુકાના ભોરડુંમાં યુવા ખેડૂત ગુરુવારે ખેતરમાં કામ કરી રહ્યો હતો. ત્યારે બાજુમાંથી પસાર થતી હેવી વિજલાઇનના વીજ પોલના અર્થિંગ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ રહેતા ખેડૂત અડકી જતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. થરાદ તાલુકાના ભોરડું ગામનો યુવા ખેડૂત દિનેશભાઇ હીરજીભાઇ પટેલ (ઉ.વ.21) ગુરુવારે પોતાના દાડમના ખેતરમાં ખેતી કામ કરી રહ્યો હતો. ત્યારે બાજુમાંથી પસાર થતી હેવી વિજ લાઇનના વિજપોલના અર્થિંગ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ રહેતાં ખેડૂત દિનેશભાઇ હીરજીભાઇ પટેલ અડી જતાં કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. આ ઘટનાથી પરિવારજનોમાં ભારે શોક ફેલાયો હતો અને વાતાવરણ ગમગીન બન્યું હતું. ખેડૂત દિનેશભાઇની લાશને માટે થરાદની રેફરલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે થરાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.