દાંતીવાડાના ઝાતની ભેદી બીમારી ફૂડ પોઇઝનિંગ હોવાનો ઘટસ્ફોટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એક પરિવારમાં બે વ્યકિતના મોતથી ફફડાટ
- બેના મોત બાદ ફરી સાત સભ્યો સારવાર હેઠળ
પાલનપુર: દાંતીવાડાના ઝાત (ભાડલી) ગામમાં એક પરિવારમાં 15 દિવસમાં ભેદી બીમારીથી બે વ્યકિતના મોતથી ફફડાટ પ્રસરી ગયો હતો. આ બીમારી ફૂડ પોઈઝનિંગ હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે આ પરિવારના અન્ય સાત સભ્યો પણ બીમાર પડતાં સોમવારે મોડી સાંજે સિવિલમાં લવાયા હતા. દાંતીવાડાના ઝાત ગામમાં છેલ્લા પંદર દિવસમાં સાેડલા પરિવારના બે વ્યકિતઓના ભેદી બીમારીથી મોત નિપજ્યા હતા. જેના પગલે સોમવારે જિલ્લાના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. અને ગામમાં સિવિલ હોસ્પિટલની ટીમ મોકલીને સરવે હાથ ધરાયો હતો. જેમાં એકજ કુટુંબને અસર થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ બીમારીમાં તપાસ દરમિયાન ફૂડ પોઇઝનિંગ થયુ હોવાનો ઘટસ્ફોટ થયો છે.અસરગ્રસ્ત પરિવારના અન્ય સાત સભ્યોએ સાેમવારે સાંજે પાલનપુર સિવિલમાં આઇસોલેસન વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયા હતા.આ બીમારીથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અને પગે સોજા આવી જાય છે. જેથી સારવાર જરૂરી બની જાય છે. લોકભાષામાં તેને જળોધર પણ કહે છે.
- રાયડા તેલના ઉપયોગથી સ્વાસ્થ્ય બગડ્યું
આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પરિવારમાં થોડા દિવસ પહેલાં રાયડાનું રિફાઇન્ડ કરાયા વગરના તેલનો ઉપયોગ કરાઇ રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેના કારણે તેમાં રહેલા તત્વો આરજેમોન ટોકસીન (ઝેર) ની અસરથી કિડની, લીવરને અસર થાય અને બાદમાં શરીરને નુકસાન થાય છે. જોકે સાચુ કારણ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.
- કોને સારવાર અર્થે દાખલ કરાયા
1. મહેન્દ્રભાઇ દિનેશભાઇ સોડાલા (ઉ.વ.16)
2. સાગર દિનેશભાઇ સોડાલા (ઉ.વ.14)
3. દેવુબેન રમેશભાઇ સોડાલા (ઉ.વ. 12)
4. સીમાબેન દિનેશભાઇ સોડાલા(ઉ.વ.12)
5. હસાબેન રમેશભાઇ સોડાલા (ઉ.વ.30)
6. મંગુબેન દિનેશભાઇ સોડાલા (ઉ.વ.45)
7. જીતુભાઇ દિનેશભાઇ સોડાલા (ઉ.વ. 18)
અન્ય સમાચારો પણ છે...