થરાદ: ગાડીની સીટમાં વિચિત્ર ખાના બનાવી દારૂની હેર-ફેર કરતો શખસ ઝડપાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ:થરાદ પોલીસે ગાડીમાં બનાવેલા વિચિત્ર ખાનાંમાંથી વિદેશી દારૂની 221 બોટલ સાથે નલીયાના એક શખ્સને ભાગવા જતાં રંગે હાથે ઝડપી લીધો હતો. જોકે ગાડીમાં સીટની નીચે કરાયેલી જગ્યાથી પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઇ ગઇ હતી.પીએસઆઇ એસ.કે. પરમારને એક ચોક્કસ નંબરની ટાટામેજીક ગાડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારુનો જથ્થો ભરીને તેનો ચાલક સાંચોરથી થરાદથી (મીઠા) ભાભર તરફ જનાર હોવાની મળી હતી.આથી ડીવાયએસપીના માર્ગદર્શન મુજબ પોલીસકર્મી સાથે નાગલા પુલ ઉપર નાકાબંધી કરી હતી.
-ગાડીની સીટમાં ખાના બનાવી દારૂની હેર-ફેર કરતો નલીયાનો શખસ ઝડપાયો
-પોલીસે સીટ નીચેથી 221 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો

દરમ્યાન બપોરના સુમારે ટાટા મેજીક ગાડી નંબર જીજે 12 એવી 0016 આવતાં તેને રોકાવવા માટે ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી નાગલાથી જાંદલા ગામ તરફ ભગાડી હતી. આથી પોલીસે તેનો પીછો કરી ગાડીના ચાલક જીતેન ઉર્ફે સુરેશભાઇ ગોપાલજી લુહારને ગાડી સાથે પકડી લીધો હતો.ગાડીની તલાશી લેતાં પ્રાથમિક દૃષ્ટીએ કશુજ ન હોય તેમ પોલીસની આંખોમાં ધુળ નાખવા ગાડીમાં ચતુરાઇપુર્વક તળીયે તથા સીટોમાં તથા દરવાજાઓમાં ચોર ખાનાઓ બનાવેલ હતા.જેમાં હાથ નાખતાં ચોર ખાનાઓમાં સંતાડેલ કિ.રૂ.66,300 ની કુલ બોટલો 221 મળી આવી હતી.
પોલીસે ગાડી કિ.રૂ.1,25,000 તથા મોબાઇલ કિ.3000 તથા રોકડ રૂ270 નો મુદામાલ તપાસ અર્થે કબજે લઇ પરપ્રાંતીય દારૂ ની હેરાફેરી કરવા બદલ યુવક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.તેમજ બીજા એક કેશમાં થરાદ દુધશીત કેન્દ્ર સામે બાવળની ઝાડીમાં ખુમાભાઇ માનાભાઇ રબારી (રહે.ઢીમા ત્રણ રસ્તા) પરપ્રાંતીય દારૂ રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે થરાદ પોલીસ સ્ટાફે રેઇડ કરતાં ખુમાભાઇ રબારી પ્લાસ્ટીકના કટ્ટા મુકી નાસી ગયો હતો.જે કટ્ટામાંથી બોટલો નંગ-19 કિ.રૂ.1900 ની મળી આવતા તેના વિરૂધ્‍ધમાં પ્રોહી. એકટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...