તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ: લોરવાડાના યુવકને ટૂંપો દઈ દોરડું બાંધી લાશ કેનાલમાં ફેંકી દીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ:થરાદના જમડા લોરવાડાની સીમમાંથી પસાર થતી નહેરમાંથી સોમવારે યુવકની હત્યા કરેલી લાશ મળતાં ખળભળાટ મચી ગયો છે. યુવકના ગળામાં દોરડું બાંધેલું અને જીભ બહાર નિકળી ગયેલી હાલતમાં મળી આવી છે.
મૃતદેહને ગળે ફાંસો આપેલી હાલતમાં પગને દોરડા વડે નહેરની પાઇપ સાથે બાંધી દેવાયો
થરાદના લોરવાડા ગામના ખેતાભાઇ રામાભાઇ વજીર પોતાનો પુત્ર દિનેશભાઇ ખેતાભાઇ વજીર રવિવારે રાતના આઠેક વાગ્યે કોઇનો ફોન આવ્યા બાદ મોડા સુધી પરત નહી આવતાં રાત્રે શોધ્યા બાદ સવારમાં નહેર પરથી જઇ રહ્યા હતા. ત્યારે માણસો એકઠા થયેલા હોઇ તેમણે લાશ જોતાં તે તેમના પુત્ર દિનેશ (૩૨) ની હોવાનું જણાઇ હતી. મૃતદેહને ગળે ફાંસો આપેલી હાલતમાં પગને દોરડા વડે નહેરની પાઇપ સાથે બાંધી દેવાયો હતો.
રહેઠાણો બાજુ આંટાફેરા મારતો હોઇ તેની સાથે ઝગડો ચાલતો હતો
આથી મૃતદેહને પીએમ માટે થરાદની રેફરલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ અંગે ખેતાભાઇએ થરાદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, દિનેશભાઇને છેલ્લા એક મહિનાથી ગામના ગગાભાઇ રાસેંગભાઇ બ્રાહ્મણ તેમના રહેઠાણો બાજુ આંટાફેરા મારતો હોઇ તેની સાથે ઝગડો ચાલતો હતો.આથી તેણે અન્યો સાથે મળીને દિનેશને ગળે ફાંસો આપી મારી નાખ્યા બાદ નહેરમાં નાખી દિધાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગગાભાઇ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો