થરાદમાં યુવક પર હુમલો કરી સોનાની વીંટી પડાવી લીધી, બે શખસ સામે પોલીસ ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ:થરાદની શીવશક્તિ સોસાયટીમાં રહેતા એક યુવક પર બે શખ્સોએ હુમલો કરી સોનાની વીંટીની લુંટ કરતાં ચકચાર મચી ગઇ છે.પોલીસે બે સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થરાદની શિવશક્તિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહીને પ્રાઇવેટ હોસ્ટેલ ચલાવતો થરાદના દીપડા ગામનો સેધાજી પથુજી માજીરાણા ગત રવિવારે સાંજના પાંચેક વાગ્યાના સુમારે પોતાની ગાડીમાં પરત આવી રહ્યો હતો.
-થરાદ પોલીસ મથકમાં બે શખસ સામે પોલીસ ફરિયાદ

જ્યાં તે પાણી પીવા માટે ગાડી ઉભી રાખતાં પાછળ મોટરસાયકલ પર આવેલ થરાદનો ભુપતભાઇ રાજપુત પણ તીરંગા હોટલ આવીને ઉભો રહ્યો હતો.જેણે સેંધાભાઇના શર્ટના ખુલ્લા બટન વચ્ચે ગળામાં સોનાની ચેન જોઇને ભીલ થઇને અમને ચેન બતાવેછે તેમ કહીને અપશબ્દ બોલતાં તેણે બોલવાની ના પાડતાં ત્યાં આવેલા બીજા એક અજાણ્યા 20 વર્ષીય શખ્સ સાથે મળીને જાતીવાચક અપમાનજનક શબ્દો બોલી લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો.આથી બચાવમાં સેંધાભાઇએ હાથ આડો કરતાં ડાબા હાથની આંગળીએ વાગી હતી.
આ વખતે તેણે સેંધાભાઇના હાથમાં પહેરેલી સોનાની અઢી તોલાની વીંટી લુંટી લીધી હતી. આથી હોબાળો થતાં દોડી આવેલા અન્ય માણસોએ તેને છોડાવી ઇજા થતાં સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડ્યા હતા. બાદમાં બુધવારે રાતે પોલીસ ફરીયાદ નોંધાવતાં પોલીસે ભુપતભાઇ તથા તેના મળતીયા સામે લુંટ અને એટ્રોસીટીનો ગુનો દાખલ કરી વધુ કાર્યાવાહી હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...