તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપની અસર, મોરથલ નજીક કેન્દ્ર બિંદુ નોંધાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં મંગળવારે વહેલીસવારે ધરાધ્રુજી હતી. જ્યાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો આવ્યો હતો. જેનું કેન્દ્ર બિદુ ડૂવા અને મોરથલ ગામ વચ્ચે નોંધાયું હતું. જોકે ભરનિંદ્રામાં પોઢી રહેલા પ્રજાજનોને ભૂકંપના ઝાટકાનો અહેસાસ થયો ન હતો. તેમજ સ્થાનિક તંત્ર પાસે પણ કોઇ માહિતી ન હતી.

મોરથલ નજીક જમીનમાં 7.1 કિમીએ કેન્દ્ર બિંદુ નોંધાયું

બનાસકાંઠા જિલ્લા ભૂકંપ 3 ઝોનમાં આવેલો છે. જ્યાં અવાર-નવાર ભૂકંપના નાના-મોટા આંચકાઓ નોંધાતા રહે છે. દરમિયાન મંગળવારે વહેલી સવારે થરાદ પંથકમાં ધરાધ્રુજી ઉઠી હતી. આ અંગે ગાંધીનગર સીસ્મોલોજીકલ રીચર્સ સેન્ટર દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ થરાદ પંથકમાં મંગળવારે વહેલી સવારે પોણા ત્રણ કલાકે 3.4 રીચર સ્કેલની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવતા ધરા ધ્રુજી ઉઠી હતી. જેનું બિંદુ થરાદ તાલુકાના ડુવા અને પેપર નજીક મોરથલ ગામ પાસે જમીનની અંદર 7.1 કિલોમીટરે નોંધાયું હતુ. આ અંગે પાલનપુર આપત્તિ નિયમન કેન્દ્રના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મંગળવારે વહેલી સવારે આવેલા ભૂકંપના ઝાટકા ઓછી તિવ્રતાના હોઇ પથંકમાં કોઇ પ્રકારના નુકશાનના અહેવાલો સાંપડ્યા નથી.

બે માસ અગાઉ પણ 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

બનાસકાંઠા જિલ્લાના પૂર્વપંથકમાં એકમાસ પૂર્વે 3.4 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 19 કિમી પૂર્વ- ઉત્તર તરફ અમીરગઢના વિરમપુર નજીક નોંધાયું હતું. આ ઉપરાંત 11 મે ના રોજ બપોરે 4.49 કલાકે 30 કિમી દૂર માંકડાણા અને આસના ગામ વચ્ચે 2.3 જ્યારે 8 મી મેના રોજ ડીસાથી 50 કિમી દૂર 2.2 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે.

ભૂકંપના ઝાટકાથી લોકો-તંત્ર અજાણ

થરાદપંથકમાં વહેલી સવારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ભરનિંદ્રામાં પોઢી રહ્યા હતા. જેમને ધરતીકંપનો જરાપણ અહેસાસ થયો ન હતો. બીજી તરફ સ્થાનિક તંત્રને પણ આ અંગે કશી જાણ કરવામાં આવી ન હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો