તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાત્રાધામ અંબાજીને ટૂંક સમયમાં પ્લાસ્ટિક મુક્ત કરવા લેવાયો નિર્ણય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર:  યાત્રાધામો સંપૂર્ણ સ્વચ્છ, પવિત્ર અને સુરક્ષિત બની રહે તે માટે એક અભિયાન હાથ ધરાયું છે. ત્યારે યાત્રાધામ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસવડા સહિત અધિકારીઓની મંગળવારે સાંજે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વેપારીઓને પ્લાસ્ટિકની થેલીઓ બંધ કરી દેવાં અલ્ટીમેટમ આપ્યું છે. તેમજ અંબાજી શહેરની સુરક્ષાને લઇ સીસીટીવી કેમેરાઓ લગાવવા બાબતે પણ બેઠકમાં ચર્ચાઓ હાથ ધરાઇ હતી.

રાજ્ય સરકારના એક અભિગમ પ્રમાણે રાજ્યના 8 યાત્રાધામો સંપૂર્ણ સ્વચ્છ, પવિત્ર અને સુરક્ષિત બની રહે તે માટે એક અભિયાન હાથ ધરાયું છે. જેનાં ભાગ રૂપે યાત્રાધામ અંબાજી ખાતે જિલ્લા કલેકટર દિલીપ રાણા તથા જિલ્લા પોલીસવડા નિરજ બડગુજર સહિત અન્ય અધિકારીઓની મંગળવારે સાંજે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ નાં સચિવ કિરીટભાઇ અધવાર્યુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને અંબાજીમાં અપાયેલાં સફાઇ કોન્ટ્રાક્ટ બાબતે સમીક્ષા કરાઇ હતી. 

એટલું જ નહીં અંબાજીમાં આગામી સમયમાં પ્લાસ્ટિકને સંપુર્ણપણે પ્રતિબંધીત કરવાનું હોઇ જિલ્લા કલેકટરે વેપારીઓને પ્લાસ્ટિકની થેલીઓ બંધ કરી દેવાં અલ્ટીમેટમ આપ્યું છે. અને ત્યાર બાદ જાહેરનામું પ્રસિધ્ધ કરી પ્લાસ્ટિક વેચનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. અંબાજી શહેરની સુરક્ષાને લઇ સીસીટીવી કેમેરાઓ લગાવવા બાબતે પણ બેઠકમાં ચર્ચાઓ હાથ ધરાઇ હતી. જોકે ખાસ કરીને અંબાજીમાં મંદિરના સાત નંબર વીઆઇપી ગેટથી બસ સ્ટેશન સુધી મુખ્ય બજારમાં જાહેર માર્ગ ઉપર શાકભાજી વેચતા લોકોના કારણે માર્ગ ઉપર પશુઓનો પણ જમાવડો થઈ જતો હોવાથી અકસ્માતનો ભય રહેલો હોઇ તેમને અને પંયાચતના પાછલા માર્ગ ઉપર ખસેડવા રજુઆત કરવામાં આવી હતી.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
 
અન્ય સમાચારો પણ છે...