મડાણા દૂધ મંડળીની સભામાં હોબાળો, ચૂંટણીની માંગ સાથે લોકો ચાલ્યા ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢ: મડાણા (ગઢ) ખાતે આવેલી દૂધ મંડળીની સાધારણ સભા બુધવારે યોજાઇ હતી. જેમાં ચોખ્ખા નફાની ફાળવણી સહિત મંડળીને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા બાદ નવીન કારોબારીનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો. જેના પગલે ભારે હોબાળો મચી ગયો હતો.
 
કારોબારી માટે ચૂંટણીની માંગ સાથે લોકો ચાલ્યા ગયા

મડાણા(ગઢ) ખાતે આવેલી દુધ મંડળી નવસો જેટલા સભાસદ ધરાવે છે. મોતીભાઇ ભગાભાઇ ડેરીયાના અધ્યક્ષસ્થાને બુધવારે સાધારણ સભા મળી હતી. જેમાં નવીન કારોબારીની રચનાની જાહેરાત કરવામાં આવતાં તંગદિલી સર્જાઇ હતી તેમજ તું...તું...મેં...મેં...ના દ્રશ્યો સર્જાયા હતા. અધ્યક્ષ દ્વારા બહુમતી પુરવાર કરવાનું કહેતાં ઉપસ્થિતિમાં તમામ દૂધ ગ્રાહકોએ વિરોધ કરી અને ચૂંટણી જ કરવી છે તેવો નિર્ણય કરી સભા છોડી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ બનાસ ડેરીમાંથી આવેલા સુપરવાઇઝર જંયતિભાઇ ચૌધરી દ્વારા ડેરીના વિસ્તરણ અધિકારી જેસુંગભાઇને જાણ કરાતા તેઓએ મામલો થાળે પાડ્યો હતો.

આ અંગે ચેરમેન મહેશભાઇએ જણાવ્યું હતું કે ‘નવીન કમીટીની નિમણૂંક માટે અને બનાસ ડેરીના પેટા નિયમના સુધારાના મુદ્દાને લઇને ફરીથી સાધારણ સભા બોલાવવાના છીએ અને કારોબારીની મીટીંગમાં તારીખ નક્કી કરી સભાસદોને જાણ કરીશું.’ મડાણા દૂધ મંડળીના સભાસદ મોતીભાઇ ગાંધોલે જણાવ્યું હતું કે, ‘ સભામાં લોકોએ ચૂંટણી કરવાની વાત કરી પરંતુ આ સાધારણ સભાના અધ્યક્ષે ચૂંટણી ન થાય તેવું કહીને સભાને વિખેરી નાખી હતી.’
 
તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...