ગઢમાં બસોની અનિયમિતતા મુદ્દે છાત્રોએ બસો રોકી ચક્કાજામ કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઢ: પાલનપુરના ગઢમાં પાલનપુર અભ્યાસ કરતાં બસો છાત્રોએ એસટી બસોની અનિયમિતતા મુદ્દે બુધવારે સવારે ગઢ બસ સ્ટેન્ડ ઉપર એસટી બસોને રોકી બાનમાં લેતા ચકચાર મચી હતી. એક કલાક સુધી ટ્રાફિકજામ થયો હતો. જોકે અગ્રણીઓની સમજાવટ બાદ બસોને જવા દેવામાં આવી હતી.

ગઢથી પાલનપુર અભ્યાસ કરતાં છાત્રોએ બુધવારે એસટી વિભાગ દ્વારા મનસ્વીપણે બસોના સમયમાં ફેરફાર કરી બંધ કરી દેવામાં આવતાં છાત્રોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. બસો નિયમિત આવતી નથી. મોટી બસની જગ્યાએ મીની બસ મુકવામાં આવે, ચાલું બસો બંધ કરવામાં આવી તેને ફરીથી ચાલુ કરવામાં આવે છે.ગઢ બસ સ્ટેન્ડ ઉપર બસોને ઉભી રખાવી એક કલાક સુધી બાનમાં લઇ લેતા ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતાં.

જોકે ગઢ સરપંચ સહિત અગ્રણીઓની સમજાવટ બાદ રજુઆતની ખાત્રી મળ‌તાં છાત્રોએ બસોને જવા દેતાં મામલો થાળે પાડયો હતો. જેથી ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. ગઢ સરપંચ વસંતભાઇ રાઠોડ તેમજ ગિરીશભાઇ જગાણિયા સહિત વિદ્યાર્થીઓનું પ્રતિનિધિ મંડળ ડીસી કમલ હસનને મળી રજૂઆત કરતાં સોમવાર સુધીમાં બસોને પુનઃ નિયમિત કરવાની ખાત્રી આપતાં મામલો થાળે પાડયો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, રજૂઆત કર્યા બાદ નિર્ણય ન લેવાતાં બસોને રોકી....
અન્ય સમાચારો પણ છે...