બનાસકાંઠા: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, ગાડીનો કાચ તૂટ્યો

divyabhaskar.com

Aug 04, 2017, 04:33 PM IST
Stones pelted on Rahul Gandhi convoy in Dhaner at Banaskantha

આજે રાષ્ટ્રીય કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનાસકાંઠાની મુલાકાતે આવ્યા છે

ધાનેરા: પૂરપીડિત બનાસકાંઠાની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ રાહૂલ ગાંધીની ફોર્ચ્યુનર કાર પર વજનદાર પથ્થર ફેંકવામાં આવ્યો હતો. પથ્થરમારાથી ગાડીનો કાચ તૂટી ગયો હતો અને રાહુલના કમાન્ડોને ઈજા પહોંચી હતી. રાહુલ ગાંધીએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમે વિરોધ કે પથ્થરમારાથી ડરતા નથી, પૂરપીડિતોના દુ:ખમાં ભાગીદાર થવા આવ્યો છું, તેમના દર્દને સમજવા આવ્યો છું. મારો વિરોધ કરનારા ડરપોક છે. રાહૂલે અસરગ્રસ્તોને જણાવ્યું હતું કે, ગુજરાત, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર નથી, પણ કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ તમારી સાથે છે. તેમણે ઉમેર્યું કે લોકસભા અને રાજ્યસભામાં પણ પીડિતોના પ્રશ્નો રજૂ કરાશે અને જલ્દીથી સહાય મળે તે માટે દબાણ ઊભું કરાશે.
રાહુલ ગાંધી કાર પર કોઇ શખ્સે પથ્થર ફેંકયો

અત્રે ઉલ્લેખનિય છે કે, ધાનેરા ખાતે લાલ ચોક પરથી સભા પુર્ણ કરી રાહુલ ગાંધી હેલીપેડ તરફ જઇ રહ્યા હતા ત્યારે તેઓ ફોર્ચ્યુનર કારમાં બેઠા હતા. આ કાર સભા સ્થળેથી દૂર ગઇ ત્યારે રસ્તામાં તેમની કાર પર કોઇ અજાણ્યા શખ્સે પથ્થર ફેંકતા પથ્થર સીધો રાહુલ ગાંધીની પાછળની સીટની વિન્ડો પર પડયો હતો. જેના કારણે આ વિન્ડોનો કાચ તૂટી ગયો હતો. રાહુલ ગાંધી કારમાં નીકળતા જ રસ્તામાં કોઇ શખ્સે પથ્થર ફેંકયો હતો.

વિરોધ દર્શાવતાં પોલીસે તેમની અટકાયત

રાહુલ ગાંધી ડ્રાઇવરની બાજુની આગળની સીટમાં બેઠા હતા. આ સીટની પાછળની સીટ પર પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની સીટના વિન્ડો ગ્લાસને તોડીને પથ્થર પડયો હતો. આ મુદ્દે ધાનેરા પોલીસ સ્ટેશનમાં યુવક કોંગ્રેસના પ્રમુખ દ્વારા ફરિયાદ કરવાની કવાયત હાથ ધરી છે. રાહુલ ગાંધીનું લોલચોક વિસ્તારમાં હકડેઠઠ જનમેદની વચ્ચે ભાષણ ચાલી રહ્યું હતું કે, દરમિયાન ચાર-પાંચ યુવાનોએ કાળાવાવટા ફરકાવી વિરોધ દર્શાવતાં પોલીસે તેમની અટકાયત કરી હતી.
રૂપાણીએ ઘટના વખોડી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલ ગાંધીના કાફલા પર થયેલા પથ્થરમારાની ઘટનાને વખોડી કાઢી છે અને જવાબદારો સામે સખત પગલાં લેવા પણ અધિકારીઓને સૂચના આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીને પ્રોટોકોલ પ્રમાણે રાજ્ય સરકારે બુલેટપ્રૂફ કાર ઓફર કરી હતી પરંતુ તેમણે તેને સ્વીકારવાને બદલે ખાનગી કારમાં મુસાફરી કરી હતી.
કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઠેર-ઠેર વિરોધ કરી પૂતળાદહન

રાહુલ ગાંધી પર પથ્થરમારાની ગંભીર ઘટના બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ સમગ્ર મામલે દોષિતો સામે પગલાં ભરવાની માંગ સાથે કોંગ્રેસી કાર્યકરો ધાનેરા પોલીસ મથકે દોડી આવ્યા હતા. જ્યાં પોલીસે ફરિયાદ લેવા આનાકાની કરતાં હંગામો મચી ગયો હતો.પથ્થરમારામાં નુકસાન થયેલી કાર પ્રાંત ઓફિસ ખાતે લાવવામાં આવી હતી જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો પોલીસ મથકે આવી દોષિતો સામે પગલાં ધરવા માંગ કરી હતી.
ભાજપના ઈશારે હુમલો થયોઃ કોંગ્રેસ

- રાહુલ ગાંધી કારમાં હેલિપેડ જતાં હતા ત્યારે પથ્થરમારો થયો
- પથ્થરમારામાં રાહુલ ગાંધીની કારનો કાચ તોડ્યો
- લાલચોકથી હેલિપેડ જતી વખતે પથ્થર ફેંકાયો
- રાજ્ય સરકારની સુરક્ષામાં છીંડા જોવા મળ્યા
- પથ્થરમારો થતાં એસપીજી જવાનને હાથે ઈજા પહોંચી
- રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાને કોંગ્રેસે વખોડ્યો
- હુમલો ભાજપે કરાવ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
- ધાનેરાથી પરત હેલિપડ પર જતાં રાહુલ ગાંધીના કાફલા ઉપર પથ્થરમારો
- પથ્થરમારા બાદ રાહુલ ગાંધીએ કાર બદલી
- રાહુલે કહ્યું હતું કે, પથ્થરમારો કરવાથી અને મોદી મોદીના નારાથી અમે પાછા હટવાની નથી
- ધાનેરા મામલતદાર કચેરી યુવા કોંગ્રેસના કાર્યકરોનો હંગામો
- રાજકીય નેતાના ઈશારે ગાડી પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ
આગળની સ્લાઇડ્સમાં વાંચો, પોલીસે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી.....
X
Stones pelted on Rahul Gandhi convoy in Dhaner at Banaskantha
Stones pelted on Rahul Gandhi convoy in Dhaner at Banaskantha
Stones pelted on Rahul Gandhi convoy in Dhaner at Banaskantha
Stones pelted on Rahul Gandhi convoy in Dhaner at Banaskantha
Stones pelted on Rahul Gandhi convoy in Dhaner at Banaskantha
Stones pelted on Rahul Gandhi convoy in Dhaner at Banaskantha
Stones pelted on Rahul Gandhi convoy in Dhaner at Banaskantha
Stones pelted on Rahul Gandhi convoy in Dhaner at Banaskantha
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી