• Gujarati News
  • STD 12th Since Semesters Test Results Banaskatha Are Ranked In The 21st

ધોરણ 12 સેમેસ્ટર 4ની પરીક્ષાનાં પરિણામમાં બનાસકાંઠા છે ' ક21 માં ક્રમે પછડાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ- 2015માં લેવાયેલા ધોરણ 11 અને 12 સેમેસ્ટર 4ની પરીક્ષાનું પરિણામ ગુરૂવારે ઓનલાઇન જાહેર કરાયું હતુ. જેમાં એ-1માં ગ્રેડમાં પાલનપુરના જ ચાર છાત્રોએ સફળતા હાંસલ કરી છે. ધોરણ-12 સાયન્સના પરિણામમાં જિલ્લો સમગ્ર રાજ્યમાં અગાઉ એકથી દશ નંબરમાં રહેતો હતો. આ વખતે તેનું સ્થાન ગબડીને 21મુ આવી જતાં શિક્ષણવિદો ચિંતાતુર બન્યા છે.
Paragraph Filter
- પાલનપુર – 86.96 , ડીસા - 71.01, ધાનેરા - 78.00 અને થરાદ કેન્દ્રનું 61.50 ટકા પરિણામ
- એ- 1 ગૃપમાં ચાર છાત્રો ઝળકયા : જિલ્લો અેકથી દસના ક્રમમાં જ આવવાનો સિલસિલો તૂટ્યો
વિધાર્થીઓની કારકિર્દીમાં મહત્વની એવી ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર 4ની માર્ચ 2015માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ ગુરૂવારે વેબસાઇટ ઉપર જાહેર કરાયું હતુ. જેમાં બનાસકાંઠા જિલ્લાનું પરિણામ 82.48 ટકા રહ્યું હતુ. આ પરીક્ષામાં કુલ 4140 છાત્રો નોંધાયા હતા. જેમાંથી 4070 છાત્રોએ પરીક્ષા આપી હતી. 783 છાત્રો પરિણામમાં સુધારણાની જરૂરીયાત (નીડ ઇમ્પ્રુવમેન્ટ)માં આવી ગયા હતા. આ પરિણામમાં સીસીટીવી ફૂટેજના આધારે ગેરરિતીના કેસમાં એક છાત્રનું પરિણામ રિઝર્વ રખાયું છે.
દરમિયાન પરિણામને લઇ વહેલી સવારથી જ છાત્રોમાં ભારે ઉત્સુકતા જોવા મળતી હતી. વેબસાઇટ ઉપર પરિણામ મુકાતા મોટાભાગના છાત્રોએ મોબાઇલ, સાયબર કાફમાં પોતાનું તથા મિત્રોનું પરિણામ જાણી એક બીજાને અભિનંદન પાઠવ્યા હતા. જ્યાં બપોરના સુમારે શાળાઓમાંથી માર્કશીટ આપવામાં આવી હતી. જ્યાં તેઓ ખુબ જ આનંદમાં આવી ગયા હતા.
આગળની સ્લાઈડ્સમાં વાંચો : વેપારીનો બીજો પુત્ર પણ ડોકટર બની મા-બાપનું સ્વપ્ન પુરૂ કરશે,ધો 12સાયન્સ પછી હવે શું,કયા સેન્ટરનું કેટલું પરિણામ.